Haryana ની યુટ્યૂબરની જાસૂસી કેસમાં ધરપકડ, ત્રણ વખત પાકિસ્તાન ગઈ, ગુપ્ત માહિતી મોકલતી
પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર વચ્ચે દેશ સાથે ગદ્દારી કરનારા એજન્સીઓની રડારમાં આવી ગયા છે. હરિયાણાની ટ્રાવેલ યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાની જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે. ત્રણ વખત પાકિસ્તાન જઈ ચૂકી હતી જ્યોતિ મલ્હોત્રા.વધુ એક વખત પાકિસ્તાન જાય તે પૂર્વે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો અનુસાર પાકિસ્તાનમાં જ્યોતિને એ સ્થળે એન્ટ્રી મળતી હતી જ્યાં સામાન્ય પાકિસ્તાનીઓને પણ નથી જવા દેવામાં આવતા. પાકિસ્તાનની દરેક મુલાકાત વખતે અનેક ઉચ્ચ અધિકારીઓને મળતી હતી. સીધીસાદી લાગતી જ્યોતિના જાસૂસી કેસમાં કુલ 6 લોકોના નામ સામે આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર 'જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી.' તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી. જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે, જેના કારણે તે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં હતી.જ્યોતિ પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ જોવા ગઈ ત્યારે સુરક્ષા એજન્સીઓનો તેના પર શંકા વધુ ઘેરી બની. ત્યાંના એક મિત્રએ જ્યોતિની મુસાફરીનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો.મૂળ હરિયાણાના હિસારની રહેવાસી જ્યોતિ ટ્રાવેલ વ્લોગર તરીકે કામ કરતી હતી અને સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે...ફેસબુક અને યુટ્યૂબ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે...છેલ્લા 2-3 વર્ષથી, તે 'ટ્રાવેલ વિથ જો' નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે જેમાં તે દેશ અને વિદેશમાં તેની મુસાફરીના વીડિયો બનાવે છે.