તમારા ઘરમાં પણ વંદાએ કર્યું છે પોતાનું ઘર? આ Trickથી થઈ જશે ભાગતા
કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવીને મજાથી રહેતા હોય છે. એવામાં જો તમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓની આસપાસ કોકરોચ ફરે છે તો તે સ્વાસ્થય માટે પણ હાનિકારક સાબિત થાય છે. પણ જો તમે કોકરોચથી પરેશાન છો અને તેને ભગાડવા માટેની કોશિશ કરી રહ્યા છો તો આ સરળ ઘરેલૂ ટિપ્સ ચોક્કસથી અજમાવી જૂઓ..તમાકુ અને કોફી પાવડરની ગોળીઓ બનાવીને ઘરમાં મુકી રાખવાથી કોકરોચ નાશ પામે છે.વંદાને ભગાડવા માટ
10:03 AM Apr 14, 2022 IST
|
Vipul Pandya
કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવીને મજાથી રહેતા હોય છે. એવામાં જો તમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓની આસપાસ કોકરોચ ફરે છે તો તે સ્વાસ્થય માટે પણ હાનિકારક સાબિત થાય છે. પણ જો તમે કોકરોચથી પરેશાન છો અને તેને ભગાડવા માટેની કોશિશ કરી રહ્યા છો તો આ સરળ ઘરેલૂ ટિપ્સ ચોક્કસથી અજમાવી જૂઓ..
- તમાકુ અને કોફી પાવડરની ગોળીઓ બનાવીને ઘરમાં મુકી રાખવાથી કોકરોચ નાશ પામે છે.
- વંદાને ભગાડવા માટે ડુંગળીનો રસ શ્રેષ્ઠ છે. ડુંગળીને મિક્સરમાં ક્રસ કરી તેનો રસ બનાવી જ્યાં જ્યાં વંદા થતા હોય ત્યાં લગાવી દો. ચાર-પાંચ દિવસે ફરી સફાઇ કરી રસ લગાવતા રહો. આમ 1 મહિનામાં વંદાથી મુક્ત થઇ જશે તમારું ઘર.
- રસોડામાં કેબિનેટની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખીને તમે કોકરોચને ભગાડી શકો છો.
- કિચનમાં રહેતા કોકરોચનો નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી લો. કારણકે ભેજના કારણે એની સુગંધ જતી રહે છે.
- આમ તો બધા લવિંગનો ઉપયોગ ભોજનમાં કરતા હોય છે. પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવવા કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે.
Next Article