ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પેચ

પવન સાવ પડી ગયો હતો.  આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ કરી.આ વખતે ચગી ગઈ.ફીરકી પકડી ઉભેલી નેહા વિચારતી હતી  'આ થિંગડા મારેલી પતંગ કેટલું ઉડશે ને લડશે!?'ત્યાં જ સામેની અગાસીએથી 'કાઈપો છે.. ' ની બુમો સાંભળતા નેહાનું ધ્યાન એ તરફ ગયું. સામસામેની અગાસીએ બે આંખો ચાર થઈ. અભિની પતંગ કપા
06:03 AM Jun 05, 2022 IST | Vipul Pandya
પવન સાવ પડી ગયો હતો.  આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ કરી.આ વખતે ચગી ગઈ.ફીરકી પકડી ઉભેલી નેહા વિચારતી હતી  'આ થિંગડા મારેલી પતંગ કેટલું ઉડશે ને લડશે!?'ત્યાં જ સામેની અગાસીએથી 'કાઈપો છે.. ' ની બુમો સાંભળતા નેહાનું ધ્યાન એ તરફ ગયું. સામસામેની અગાસીએ બે આંખો ચાર થઈ. અભિની પતંગ કપા
પવન સાવ પડી ગયો હતો.  આંચકા મારી મારી ઉડાવવા મથતા અભિની પતંગ બે ત્રણ ગોથા ખાઈ નીચે પટકાઈને ફાટી..
ફાટેલી પતંગને હાથમાં લઈ એણે બે- ચાર થિંગડા માર્યા. ફરી ઉડાવવાની કોશિશ કરી.
આ વખતે ચગી ગઈ.
ફીરકી પકડી ઉભેલી નેહા વિચારતી હતી  "આ થિંગડા મારેલી પતંગ કેટલું ઉડશે ને લડશે!?"
ત્યાં જ સામેની અગાસીએથી 'કાઈપો છે.. ' ની બુમો સાંભળતા નેહાનું ધ્યાન એ તરફ ગયું. સામસામેની અગાસીએ બે આંખો ચાર થઈ. 
અભિની પતંગ કપાઈ હતી..
આસમાનમાં વિહરતી કપાયેલી પતંગ બીજી દોર સાથે બંધાવા જાણે આતુર હતી..!
-આરતી રાજપોપટ
Tags :
AartiRajpopatflyingGujaratFirstGujaratiShortStoryKitesMicrofictionShortStorysmallstorysmokingstory
Next Article