ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધોરાજીના યુવાને લોહીથી પત્ર લખી મુખ્યમંત્રીને ભરતી માટે કરી રજૂઆત

ગુજરાતમાં રોજગારી મોટો પ્રશ્ન છે ત્યારે યુવાનો ભરતીની જાહેરાત અને પ્રક્રિયા બાદ પણ નોકરીની રાહ જોતા હોય તેવું  જોવા મળી રહ્યું છે .ત્યારે ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને લોહીથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા બહાર પાડેલી ભરતી બાદ પણ આજ સુધી નોકરી આપવામાં આવી નથી.તાજેતરમા સંકેત મકવાણાએ રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના નિરાકરણ કરવા માટે એક à
12:18 PM May 05, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં રોજગારી મોટો પ્રશ્ન છે ત્યારે યુવાનો ભરતીની જાહેરાત અને પ્રક્રિયા બાદ પણ નોકરીની રાહ જોતા હોય તેવું  જોવા મળી રહ્યું છે .ત્યારે ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને લોહીથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા બહાર પાડેલી ભરતી બાદ પણ આજ સુધી નોકરી આપવામાં આવી નથી.તાજેતરમા સંકેત મકવાણાએ રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના નિરાકરણ કરવા માટે એક à
ગુજરાતમાં રોજગારી મોટો પ્રશ્ન છે ત્યારે યુવાનો ભરતીની જાહેરાત અને પ્રક્રિયા બાદ પણ નોકરીની રાહ જોતા હોય તેવું  જોવા મળી રહ્યું છે .ત્યારે ધોરાજીના સંકેત મકવાણા નામના યુવાને લોહીથી લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા બહાર પાડેલી ભરતી બાદ પણ આજ સુધી નોકરી આપવામાં આવી નથી.
તાજેતરમા સંકેત મકવાણાએ રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના નિરાકરણ કરવા માટે એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આજરોજ સાંકેત મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોહીથી પત્ર લખી ભરતી મામલે રજૂઆત કરી છે. આ પત્રમાં લખ્યું છે કે, ઓજસ વેબસાઈટ Ojas મારફતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તારીખ 07-04/2021 ના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. વેબસાઈટ મારફતે અરજીઓ પણ મંગાવી લેવાઈ હતી . આ ભરતી માટે પરીક્ષા પણ લેવાઈ હતી અને તેની આન્સર કી પણ જાહેર કરાઈ હતી.
ત્યારબાદ મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવેલ હતું. અને 06-12-2021 ના રોજ પસંદગી પ્રક્રિયા પણ પુર્ણ કરી ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ફાઈનલ ઈન્ટરવ્યું માટે પણ અમદાવાદ બોલાવ્યા હતા. બાદમાં પરિણામની જાહેરાત કરી અને પસંદગી કરવામાં આવી હતી. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન  માટે જાહેરાત પણ ઓજસ વેબસાઈટ પર  કરાઈ  હતી . તારીખ 01-03-2022 ના રોજ ડોક્યુમેન્ટ ચકાસણી કોઈ કારણોસર રોકી  દેવામાં આવી હતી. વેબસાઈટ પર આ પ્રક્રિયાને  રોકવાની  પણ જાહેરાત કરવામાં આવી હતી.
લોહીથી આ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવે અને યુવાનોને રોજગાર મળે તેવી રજૂઆત યુવાન સંકેત મકવાણા દ્વારા કરવામાં આવી છે. આ પત્ર લખી સંકેતે ગુજરાતના મુખ્યમંત્રીને અરજ કરી સાહેબ અમારા તરફથી કરવામાં આવેલ રજુઆતને ધ્યાને લઇ વહેલી તકે ભરતી પ્રક્રીયા પુર્ણ કરવામાં આવે તેવી વિનંતી  કરવામાં આવી છે.
Tags :
DhorajiGujaratFirstrecruitmentyouthinbloodandsubmitted
Next Article