Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આરોગ્ય મંત્રીએ જાહેર કરી આવશ્યક દવાઓની નવી યાદી,આમ જનતાને થશે ફાયદો, જાણો

કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને 'આવશ્યક' યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. લિસ્ટમાં જે દવાઓ સામેલ નથી તેમાં રેનિટિડીનનું નામ પણ છે. રેનિટિડીન (ranitidine) હંમેશા એસિડિટી અને પેટ સંબંધિત અન્ય બીમારીઓ માટે લેવામાં આવે છે. આ દવાને Rantac, Zinetac અને Aciloc જેવી બà
આરોગ્ય મંત્રીએ જાહેર કરી આવશ્યક દવાઓની નવી યાદી આમ  જનતાને  થશે  ફાયદો  જાણો
Advertisement
કેન્દ્ર સરકારે ઓછામાં ઓછી 26 દવાઓને 'આવશ્યક' યાદીમાંથી હટાવી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આવશ્યક દવાઓની એક સંશોધિત રાષ્ટ્રીય સાદી (NLEM) જાહેર કરી છે. આ યાદીમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. લિસ્ટમાં જે દવાઓ સામેલ નથી તેમાં રેનિટિડીનનું નામ પણ છે. રેનિટિડીન (ranitidine) હંમેશા એસિડિટી અને પેટ સંબંધિત અન્ય બીમારીઓ માટે લેવામાં આવે છે. આ દવાને Rantac, Zinetac અને Aciloc જેવી બ્રાન્ડના નામો હેઠળ વેચવામાં આવે છે. પરંતુ હવે આ દવાઓને કેન્સર પેદા કરનારી ચિંતાઓને કારણે હટાવી દેવામાં આવી છે. 
પરંતુ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મુપિરોસિન જેવી કેટલીક સંક્રમણ રોધી દવાઓ અને નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી સહિત 34 દવાઓને સામેલ કરાયા બાદ તેમાં હવે કુલ દવાઓની સંખ્યા 394 થઈ ગઈ છે. ઘણી એન્ટીબાયોટિક્સ, રસી અને કેન્સર વિરોધી દવાઓ યાદીમાં સામેલ થવાથી વધુ સસ્તી થઈ જશે પરંતુ 26 દવાઓ જેમ કે રેનિડિટિન, સુક્રાલફેટ, વ્હાઇટ પેટ્રોલેટમ, એટેનોલોલ અને મેથિલ્ડોપાને સંશોધિત યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. કિંમત અસરકારકતા અને વધુ સારી દવાઓની ઉપલબ્ધતાના માપદંડોના આધારે આ દવાઓને સૂચિમાંથી બાકાત રાખવામાં આવી છે.
મંગળવારે યાદી જાહેર કરનારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ, 'જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી 2022 જાહેર કરી. તેમાં 27 શ્રેણીઓની 384 દવાઓ સામેલ છે. ઘણી એન્ટીબાયોકિટ્સ, રસી, કેન્સર વિરોધી દવાઓ તથા ઘણી અન્ય મહત્વપૂર્ણ દવાઓ વધુ સસ્તી થશે અને દર્દીઓનો ખર્ચ ઘટશે.'

અંતસ્ત્રાવી દવાઓ અને ગર્ભનિરોધક ફ્લૂડ્રોકોર્ટિસોન, ઓરમેલોક્સિફેન, ઇંસુલિન ગ્લરગાઇન અને ટેનેનિગ્લિટીનને આ યાદીમાં જોડવામાં આવી છે. શ્વસન તંત્રની દવા મોન્ટેલુકાસ્ટ, અને નેત્ર રોગ સંબંધી દવા લૈટાનોપ્રોસ્ટનું નામ આ યાદીમાં છે. હૃદય અને રક્ત વાહિનીઓની દેખરેખમાં ઉપયોગ થનારી દવા ડાબીગટ્રાન અને ટેનેક્ટેપ્લેસ સિવાય અન્ય દવાઓએ પણ આ યાદીમાં જગ્યા બનાવી છે. 
દવાઓ પર સ્થાયી રાષ્ટ્રીય સમિતિના ઉપાધ્યક્ષ ડો. વાઈ કે ગુપ્તાએ કહ્યુ- આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ઇવરમેક્ટિન, મેરોપેનેમ, સેફુરોક્સાઇમ, એમિકાસિન, બેડાક્કિલાઇન, ડેલામેનિડ, ઇટ્રાકોનાજોલ એબીસી ડોલટેગ્રેવિર જેવી દવાઓને જોડવામાં આવી છે. ડો ગુપ્તાએ કહ્યુ કે જરૂરી જવાઓની રાષ્ટ્રીય યાદીની દવાઓ અનુસૂચિત શ્રેણીમાં સામેલ છે અને તેની કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. 
પાછલા વર્ષે ભારતીય તબીબી સંશોધન પરિષદ હેઠળ એક નિષ્ણાંત સમિતિ દ્વારા 399 ફોર્મૂલેશનની સંશોધિત યાદી પ્રસ્તુત કરવામાં આવી હતી. ભારતીય જરૂરિયાતોના વિગતવાર વિશ્લેષણ પછી, માંડવિયા દ્વારા મોટા ફેરફારોની માંગ કરવામાં આવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×