અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ વરસાદ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરના નિર્ણયનગર, સતાધાર, સોલા, વાડજ, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં ગાજવીજ સાથે વરસાદ, પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. વસ્ત્રાપુર, વાડજ, સેટેલાઈટ, નહેરુનગર, ગોતામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.અમદાવાદ શહેરમાં આજે બપોર સુધી ભારે ગરમી અને બફારા બાદ 4 વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડà«
11:10 AM Sep 10, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. શહેરના નિર્ણયનગર, સતાધાર, સોલા, વાડજ, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયામાં ગાજવીજ સાથે વરસાદ, પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. વસ્ત્રાપુર, વાડજ, સેટેલાઈટ, નહેરુનગર, ગોતામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં આજે બપોર સુધી ભારે ગરમી અને બફારા બાદ 4 વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગોરંભાયેલા વાદળોને લીધે ધોળા દિવસે સાંજ જેવો માહોલ સર્જાયો હતો. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ મળી રહ્યાં છે.
અમદાવાદ સિવાય જુનાગઢના માળીયાહાટીના તાલુકામાં ધોધમાર બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી, અંજાર અને દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભુજમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ ગઈકાલે મોડી રાત્રે ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
Next Article