Bhavnagar Heavy Rains LIVE | Bhavnagar ના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. પાલિતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો હતો.
Advertisement
ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. પાલિતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો હતો. ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પાણીની આવક ચાલુ થવા પામી છે. શેત્રુંજી ડેમમાં હાલ 95660 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. શેત્રુંજી ડેમની સપાટી 32.01 ફૂટ પર પહોંચી છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 23 ઈંચ બાકી છે. ડેમ ભરાતા લોકોને સાવચેતીના ભાગરૂપે સાવધ કરાયા છે. તળાજા, પાલિતાણાના ગામડાઓને સાવધ કરાયા છે. નદીકાંઠાના ગામોના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરી છે.
Advertisement