ધોધમાર વરસાદના કારણે પાલનપુરના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત
બનાસકાંઠા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસતા પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ડેરી રોડ પર આવેલી આદર્શ હાઈસ્કૂલના આસપાસના વિસ્તારમાં ભારે જળ ભરાવ જોવા મળ્યો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા.
12:34 PM Jul 19, 2025 IST
|
Hardik Shah
- બનાસકાંઠા જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ
- પાલનપુરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
- ડેરી રોડ પર આદર્શ હાઇસ્કુલ આગળ ભરાયા પાણી
- વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસતા પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને ડેરી રોડ પર આવેલી આદર્શ હાઈસ્કૂલના આસપાસના વિસ્તારમાં ભારે જળ ભરાવ જોવા મળ્યો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા. રસ્તાઓ પર પાણી ભરાવા સાથે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ, જેના લીધે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા. સ્થાનિક તંત્ર દ્વારા પાણીની નિકાસ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, છતાં સતત વરસાદને કારણે હાલત વધુ બગડવાની આશંકા છે.
Next Article