Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી-NCRમાં ખૂબ પડ્યો વરસાદ, ગરમીથી કંટાળી ગયેલા લોકોને મળી રાહત

વરસાદની રાહ જોઇ રહેલા દિલ્હીવાસીઓને હવે ગરમીથી રાહત મળી છે. જીહા, અહીં ઘણા વિસ્તારોમાં બુધવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ એકદમ ખુશનુમા બની જતાં લોકોને ગરમીમાંથી ઘણી રાહત મળી હતી. આ સાથે જ વહેલી સવારના વરસાદના કારણે સવારે કામ પર જતા લોકો માટે આ વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો હતો. રાત્રિ દરમિયાન વીજળી આવતી-જતી રહી, જેના કારણે લોકો થોડા પરેશાન થયા હતા.વરસાદે લોકોને કાળàª
દિલ્હી ncrમાં ખૂબ પડ્યો વરસાદ  ગરમીથી કંટાળી ગયેલા લોકોને મળી રાહત
Advertisement
વરસાદની રાહ જોઇ રહેલા દિલ્હીવાસીઓને હવે ગરમીથી રાહત મળી છે. જીહા, અહીં ઘણા વિસ્તારોમાં બુધવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ એકદમ ખુશનુમા બની જતાં લોકોને ગરમીમાંથી ઘણી રાહત મળી હતી. આ સાથે જ વહેલી સવારના વરસાદના કારણે સવારે કામ પર જતા લોકો માટે આ વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો હતો. રાત્રિ દરમિયાન વીજળી આવતી-જતી રહી, જેના કારણે લોકો થોડા પરેશાન થયા હતા.
વરસાદે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવી છે. વરસાદ અને પવનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. તેનાથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'ઉત્તર દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી (બવાના, મુંડકા), સોનેપત, ખરખોડા (હરિયાણા) અને NCRના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. શુક્રવારે પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્ર (RWFC) મુજબ, દિલ્હી-એનસીઆર (લોની દેહાત, હિંડોન એએફ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપૌલા, નોઈડા, દાદરી, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, બલ્લબગઢ) અને આસપાસના ઘણા સ્થળોએ વિસ્તારોમાં આગામી બે કલાકમાં મધ્યમથી તીવ્ર વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

આ ઉપરાંત યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, અસંધ, સફીદોન, જીંદ, પાણીપત, ગોહાના, ગનૌર, મેહમ, સોનીપત, રોહતક, ખરખોડા, ભિવાની, ચરખી દાદરી, માતનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, સોહના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ, હોડલ (હરિયાણા) સહારનપુર, ગંગોહ, દેવબંદ, નજીબાબાદ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, બિજનૌર, ખતૌલી, સકોટી તાંડા, હસ્તિનાપુર, ચંદુરાલા, બરૌત, બાગપત, મેરઠ, ખેકરા અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. 
Advertisement
Tags :
Advertisement

.

×