ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યમાંં આવતા 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની છે આગાહી

દેશમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જોકે, હવે ઘણા રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિઓ ધીમે ધીમે ઘટી રહી છે. ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ કડીમાં, હવામાન વિભાગ (IMD) એ આજે ​​પણ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાત પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાà
03:25 AM Sep 10, 2022 IST | Vipul Pandya
દેશમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જોકે, હવે ઘણા રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિઓ ધીમે ધીમે ઘટી રહી છે. ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ કડીમાં, હવામાન વિભાગ (IMD) એ આજે ​​પણ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાત પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાà
દેશમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જોકે, હવે ઘણા રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિઓ ધીમે ધીમે ઘટી રહી છે. ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. આ કડીમાં, હવામાન વિભાગ (IMD) એ આજે ​​પણ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાત પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના આકાશમાં કાળા વાદળો જોવા મળી રહ્યા છે. જોકે, ઘણા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે. બે દિવસથી લોકો બફારાનો પણ સામનો કરી રહ્યા છે. જે લોકો એસીમાં કામ કરે છે તેમના માટે તો બહાર નીકળવું જ મુશ્કિલ બની ગયું છે. 
જોકે, આવનારા 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા ફરી બેટિંગ કરે તેવી સંભાવના છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઈ છે. બીજી તરફ રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. મહત્વનું છે કે, ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં બિહાર, ઝારખંડ પણ સામેલ છે, જ્યાં આગામી થોડા દિવસો સુધી સારા વરસાદની સંભાવના છે. 
વળી, ઉત્તર બિહારના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દક્ષિણ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર છે. જેના કારણે આ ભાગોમાં સારો વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર, 10 અને 11 સપ્ટેમ્બરે રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે. ભારે પવન અને વીજળી પડવાની પણ શક્યતા છે. બીજી તરફ, તેલંગાણામાં અને કોસ્ટલ કર્ણાટકના ઘણા ભાગોમાં પણ 10 થી 12 સપ્ટેમ્બર વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો - આગામી 2 દિવસ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ
Tags :
GujaratFirstGujaratRainGujaratRainsheavyrainMonsoonRain
Next Article