Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આ રહ્યા એ દિગ્ગજો જેમણે નોંધાવી પ્રચંડ જીત, 90 હજાર કરતા વધુ મતોની સરસાઇથી બન્યા વિજયી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં  ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ધરખમ લીડથી જીત હાંસલ કરી છે. ભાજપના 9 ઉમેદવારો એવા છે જેઓ 90 હજાર લીડ કરતા પણ વધુ લીડથી જીત્યા છે. ચાલો નજર કરીએ એ ઉમેદાવારો પર જેઓ 90 હજાર કરતા પણ વધુ મતોની સરસાઇથી જીત્યા  ભૂપેન્દ્ર પટેલ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર 2 લાખ 12 હજાર 530  મત મેળવ્યા અને સૌથી વધુ 1.92 લà
આ રહ્યા એ દિગ્ગજો જેમણે નોંધાવી પ્રચંડ જીત  90 હજાર કરતા વધુ મતોની સરસાઇથી બન્યા વિજયી
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં  ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ધરખમ લીડથી જીત હાંસલ કરી છે. ભાજપના 9 ઉમેદવારો એવા છે જેઓ 90 હજાર લીડ કરતા પણ વધુ લીડથી જીત્યા છે. ચાલો નજર કરીએ એ ઉમેદાવારો પર જેઓ 90 હજાર કરતા પણ વધુ મતોની સરસાઇથી જીત્યા
  
ભૂપેન્દ્ર પટેલ 
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પર 2 લાખ 12 હજાર 530  મત મેળવ્યા અને સૌથી વધુ 1.92 લાખ મતથી જીત મેળવી. 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં તેઓ 1.17 લાખની લીડથી જીત્યા હતા. ઘાટલોડિયા વિધાનસભામાં પડેલા કુલ મતો પૈકી 82.95 ટકા મતો ભાજપને મળ્યા છે.
નારણપુરા બેઠક 
આ બેઠક પર  ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે 1લાખ 8 હજાર 160 મત મેળવ્યા અને 92 હજાર 800 લીડથી તેમણે જીત હાંસલ કરી.
એલિસબ્રિજ બેઠક
આ બેઠક પર ભાજપના ઉમેદવાર અમિતશાહે 1 લાખ 19 હજાર 323 મત મેળવ્યા અને 1 લાખ 4હજાર 796 મતોની લીડથી જીત મેળવી.  
નરોડા બેઠક 
નરોડા બેઠક પર ડૉ. પાયલ કુકરાણીએ 1લાખ 12 હજાર 767 વોટ મેળવ્યા અને 1 લાખ 4 હજાર 740 મતોની લીડથી જીત મેળવી.
વટવા બેઠક
આ બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવે 1 લાખ 51 હજાર 710 મતો મેળવ્યા અને 1 લાખ 46 મતોની લીડથી જીત હાંસલ કરી.  
સાબરમતી બેઠક
આ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલે 1 લાખ 20 હજાર 202 મતો મેળવ્યા અને 98 હજાર 261 મતોની લીડથી જીત મેળવી..
મણિનગર બેઠક
આ બેઠક પર  ભાજપના ઉમેદવાર અમૂલ ભટ્ટે 1 લાખ 13 હજાર 83 મત મેળવ્યા અને 90 હજાર 301 મતોની લીડથી જીત હાંસલ કરી.
ઘાટલોડિયા અને એલિસબ્રિજમાં 80 ટકા મતો ભાજપને ફાળે ગયા હોવાનું વિશ્લેષણ સામે આવ્યું છે. .
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×