આ છે એ ઉમેદવારો જેઓ ખુબજ પાતળી સરસાઇથી વિજયી બન્યા.. કોઇ એક હજારથી પણ ઓછા વોટથી તો કોઇ માત્ર 577 વોટ થી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો છે,ત્યારે આ વર્ષે ભાજપ,કોંગ્રેસ અને AAPના 8 જેટલા ઉમેદવારોએ ખુબ જ ઓછી સરસાઇથી જીત મેળવી છે. રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત માત્ર 577 મતથી થઇ છે..સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમાની જીત માત્ર 922 મતથી થઇ છે..ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોરની જીત માત્ર 1 હજાર 404 મતથી થઇ છે..ખેડબ્રહà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો છે,ત્યારે આ વર્ષે ભાજપ,કોંગ્રેસ અને AAPના 8 જેટલા ઉમેદવારોએ ખુબ જ ઓછી સરસાઇથી જીત મેળવી છે.
રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત માત્ર 577 મતથી થઇ છે..સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમાની જીત માત્ર 922 મતથી થઇ છે..ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોરની જીત માત્ર 1 હજાર 404 મતથી થઇ છે..ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ડૉ.તુષારભાઈ ચૌધરીની જીત માત્ર 1 હજાર 662 મતથી થઇ છે.
તો દસાડામાં ભાજપના પી.કે.પરમારે 2 હજાર 179 મતથી જીત પ્રાપ્ત કરી છે.આંકલાવમાં કોંગ્રેસના અમિતભાઈ ચાવડાની જીત માત્ર 2 હજાર 729 મતથી થઇ છે,તો બોટાદમાં AAPના ઉમેશભાઈ મકવાણાની જીત માત્ર 2 હજાર 779 મતથી થઇ છે.સિદ્ધપુરમાં ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત માત્ર 2 હજાર 814 મતથી થઇ છે.
વાઇપ- ઓછી સરસાઇથી જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

