Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાઇકોર્ટના ચીફ જસ્ટીસે વકીલોને ગણાવ્યા 'સોશિયલ ડોકટર'

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સિનિયર વકીલો જુનિયર વકીલો માટે ભીષ્મ પિતામહ સમાન છે. આગામી સમયમાં હાઇકોર્ટમાં  એડવોકેટ એકેડમી પણ શરૂ કરવાનો ચીફ જસ્ટીસે આગ્રહ દાખવ્યો હતો. તેમણે વકીલોને 'સોશિયલ ડોક્ટર' ગણાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે  માર્મિક ટકોર કરી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારà«
હાઇકોર્ટના ચીફ જસ્ટીસે વકીલોને ગણાવ્યા  સોશિયલ ડોકટર
Advertisement
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સિનિયર વકીલો જુનિયર વકીલો માટે ભીષ્મ પિતામહ સમાન છે. આગામી સમયમાં હાઇકોર્ટમાં  એડવોકેટ એકેડમી પણ શરૂ કરવાનો ચીફ જસ્ટીસે આગ્રહ દાખવ્યો હતો. તેમણે વકીલોને 'સોશિયલ ડોક્ટર' ગણાવ્યા હતા.
 મુખ્ય ન્યાયાધીશે  માર્મિક ટકોર કરી 
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સિનિયર અને જુનિયર એડવોકેટને લઈ કેટલીક મહત્વપૂર્ણ અને માર્મિક ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ચીફ જસ્ટિસના સન્માન સમારોહ તથા સિનિયર એડવોકેટના સન્માનિત કરવાના કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના જજોની હાજરીમાં સિનિયર વકીલોને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાકલ કરી છે. એટલું નહીં પરંતુ ચીફ જસ્ટીસે એ પણ કહ્યું કે, જો તમે સારા જજ ઇચ્છતા હોવ, તો સામા પક્ષે બાર પણ, એટલે કે વકીલો પણ સારી રીતે તૈયાર થવા જોઈએ. સિનિયર એડવોકેટ બાર માટે ભીષ્મ પિતામહ ગણાય છે, જેથી તેઓ નવા વકીલોને યોગ્ય રીતે તૈયાર કરે 
 વકીલોને ગણાવ્યા સોશિયલ ડોકટર 
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવી વકીલોને 'સોશિયલ ડોક્ટર' ગણાવ્યા હતા, સાથે સાથે ફિલ્મ થ્રી ઈડિયટનો ઉલ્લેખ કરતા મહત્વની અને માર્મિક ટકોર પણ કરી હતી કે, વકીલોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરવો જોઈએ, તેમ થવાથી પૈસા સામે ચાલીને આવશે. મુખ્ય ન્યાયાધીશે એડવોકેટ એસોસીએશન તથા હાજર તમામ સિનિયર એડવોકેટને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાકલ કરી હતી.  જે માટે એડવોકેટ એકેડમીની રચના કરવામાં આવે તેવો આગ્રહ પણ કર્યો હતો. જેમાં કોન્ફરન્સ સેમિનાર અને વર્કશોપ થકી યુવા વકીલોને તૈયાર કરવા કહ્યું. એટલું નહીં પરંતુ જુનિયર એડવોકેટ માટે એ પણ ટકોર કરી કે  કોર્ટની લોબીમાં સમય પસાર કરવા કરતા તેઓ લાયબ્રેરીમાં પોતાનો સમય પસાર કરે.  ઉપરાંત સિનિયર એડવોકેટ અને દર મહિને લીગલ એઇડ માટે, એટલે કે જે અરજદાર આર્થિક પરિસ્થિતિના કારણે વકીલ રોકી નથી શકતા , તેમના માટે વિના મૂલ્યે કેસ લડવા માટે પણ કહ્યું હતું. 
Tags :
Advertisement

.

×