ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે હોળી પૂનમ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, જ્યાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.
08:08 AM Mar 14, 2025 IST
|
Hardik Shah
- ડાકોરમાં હોળી પૂનમ ઉત્સવની ધામધૂમથી ઉજવણી
- ખેડા જિલ્લા પોલીસ દ્વારા ડાકોર પૂનમમાં ચુસ્ત બંદોબસ્ત
- નડિયાદ DySP વી.આર. બાજપાઈનું નિવેદન
- હોળી ઉત્સવમાં અત્યાર સુધી 6 લાખ લોકોએ દર્શન કર્યા: DySP
- 44 જેટલા આડશો ઉભી કરીને રસ્તા રોકાયા: DySP
- વહેલી સવારથી ભક્તોનું ડાકોરમાં છે ઘોડાપૂર: DySP
- આવતીકાલે પણ મોટી સંખ્યામાં ભક્તો આવશે તેવું પોલીસનું અનુમાન
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે હોળી પૂનમ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, જ્યાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. નડિયાદના DySP વી.આર. બાજપાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 6 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, અને આવતીકાલે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે તેવી સંભાવના છે. આ ઉત્સવને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે ખેડા જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં 44 આડશો ઉભી કરીને રસ્તાઓને નિયંત્રિત કરવામાં આવ્યા છે. DySPએ જણાવ્યું કે, ભક્તોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી આ પર્વ શાંતિપૂર્ણ અને આનંદમય રીતે સંપન્ન થાય.
Next Article