ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના અરૂણાચલ પ્રદેશના પ્રવાસે, સૈનિકો સાથે કરશે ભોજન
કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. 21 મે થી 22 મે દરમિયાન પૂર્વોત્તર રાજ્યની તેમની
બે દિવસીય મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે, વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને ઈન્ડો-તિબેટીયન
બોર્ડર પોલીસ (ITB)
અને સશાસ્ત્ર સીમા બલ (SSB) ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે. ગૃહ
મંત્રાલય હેઠળના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સરહદની રક્ષા કરવા અને દેશની આંતરિક
સુરક્ષા જાળવવા માટે વિસ્તારમાં તૈનાત છે. તેમની રાજ્ય મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ પ્રધાન શનિવારે સવારે 11.40 વાગ્યે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં 'ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન'માં હાજરી આપશે. ગૃહમંત્રી બાદમાં લગભગ 2.45 વાગ્યે લોહિત જિલ્લાના પરશુરામ કુંડની મુલાકાત લેશે.
બીજા દિવસે અમિત શાહ સવારે 9.30 વાગ્યે અરુણાચલ પ્રદેશના નમસાઈ શહેરમાં સામાજિક સંસ્થાઓ સાથે બેઠક
કરશે અને બાદમાં આ વિસ્તારના ગોલ્ડન પેગોડા મંદિરમાં પૂજા કરશે. ગૃહ પ્રધાન બાદમાં
જાહેર સભા અને ઉદ્ઘાટનમાં હાજરી આપશે અને રવિવારે સવારે 11 વાગ્યે નમસાઈ વિસ્તારમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. ગૃહ પ્રધાન સુરક્ષા અને વિકાસ પ્રોજેક્ટ્સની
સમીક્ષા કરશે અને નમસાઈમાં આર્મી,
ITBP, SSB, આસામ રાઈફલ્સ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે. તે 'બડા ખાના'માં પણ ભાગ લેશે. 'બડા ખાના' એ એક સમૂહ ભોજન પ્રસંગ છે જ્યાં આર્મી અને CAPFના તમામ રેન્કના જવાનો એકસાથે ભોજન કરે છે.


