જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) 30 સપ્ટેમ્બરથી જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. ત્યાં તેઓ બે રેલીઓને સંબોધિત કરશે અને ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટો(Development Projects)ની સમીક્ષા પણ કરશે.જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ભાજપના પ્રભારી સુનિલ શર્મા (Sunil Sharma)ના જણાવ્યા અનુસાર, અમિત શાહ તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન મોટાભાગનો સમય કાશ્મીરમાં વિતાવશે. આ દરમિયાન તેઓ 1 અને 2 ઓક્ટોબર
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) 30 સપ્ટેમ્બરથી જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ની ત્રણ દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. ત્યાં તેઓ બે રેલીઓને સંબોધિત કરશે અને ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટો(Development Projects)ની સમીક્ષા પણ કરશે.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ભાજપના પ્રભારી સુનિલ શર્મા (Sunil Sharma)ના જણાવ્યા અનુસાર, અમિત શાહ તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન મોટાભાગનો સમય કાશ્મીરમાં વિતાવશે. આ દરમિયાન તેઓ 1 અને 2 ઓક્ટોબરે રાજૌરી અને બારામુલ્લામાં રેલીઓ કરવાની પણ યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે તેમની મુલાકાતને આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે?
સુનીલ શર્મા(Sunil Sharma)એ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)માં અગાઉ ડિસેમ્બરમાં ચૂંટણી થવાની આશા હતી, પરંતુ હવે એપ્રિલ 2023માં ચૂંટણી થવાની સંભાવના છે. જોકે, અટકળોથી વિપરીત અંતિમ નિર્ણય ચૂંટણી પંચે જ લેવાનો છે.
Advertisement


