Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીમાં ડિટેન્શન સેન્ટરમાં જ રહેશે રોહિંગ્યા

દિલ્હીમાં અવૈધ રોહિંગ્યા (Rohingya) લોકોને ફ્લેટ આપવા મામલે ગૃહ મંત્રાલયે (MHA) બુધવારે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા જ્યાં રહે છે, ત્યાં જ રહેશે. તેમને ફ્લેટ આપવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. નવી દિલ્હીના બક્કરવાલામાં (Bakkarwala) રોહિંગ્યા અવૈધ પ્રવાસીઓને EWS ફ્લેટ્સ આપવાનો કોઈ નિર્દેશ નથી આપવામાં આવ્યો. દિલ્હી સરકારે રોહિંગ્યાઓને એક નવા સ્થા
દિલ્હીમાં ડિટેન્શન સેન્ટરમાં જ રહેશે રોહિંગ્યા
Advertisement
દિલ્હીમાં અવૈધ રોહિંગ્યા (Rohingya) લોકોને ફ્લેટ આપવા મામલે ગૃહ મંત્રાલયે (MHA) બુધવારે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, રોહિંગ્યા જ્યાં રહે છે, ત્યાં જ રહેશે. તેમને ફ્લેટ આપવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. નવી દિલ્હીના બક્કરવાલામાં (Bakkarwala) રોહિંગ્યા અવૈધ પ્રવાસીઓને EWS ફ્લેટ્સ આપવાનો કોઈ નિર્દેશ નથી આપવામાં આવ્યો. દિલ્હી સરકારે રોહિંગ્યાઓને એક નવા સ્થાન પર સ્થળાંતર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
ગૃહ મંત્રાલયે (MHA) કહ્યું, રોહિંગ્યા હાલના સ્થાને જ રહેશે કારણ કે મંત્રાલય પહેલાં જ વિદેશ મંત્રાલયના માધ્યમથી સંબંધિત દેશ સાથે અવૈધ વિદેશીઓના નિર્વાસનનો મુદ્દો ઉઠાવી ચુક્યું છે. અવૈધ વિદેશીઓને કાયદા પ્રમાણે તેમના ડિટેન્શન સેન્ટરમાં રાખવાના છે. દિલ્હી સરકારે હાલના સ્થાનને ડિટેન્શન સેન્ટર જાહેર નથી કર્યું. તેમને તાત્કાલિક આ સ્થાનને ડિટેન્શન સેન્ટર જાહેર કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રોહિંગ્યા (Rohingya) શરણાર્થીઓ પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું નિવેદન આવ્યું હતું કે, રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં EWS ફ્લેટ્સમાં શિફ્ટ કરવામાં આવશે. તેમના આ નિવેદનની હલચલ મચી ગઈ હતી અને જે બાદ ગૃહ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે.
ગૃહ મંત્રાલયે (MHA) કહ્યું છે કે દિલ્હી સરકારને તે નિર્દેશ આપવામાં આવ્યો છે કે, રોહિંગ્યા જ્યા રહે છે ત્યાં જ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. રોહિંગ્યાઓને તેમના દેશ મોકલવા સંબંધે વિદેશ મંત્રાલય દ્વારા તેમના દેશો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે, અવૈધરૂપથી દેશમાં રહેતા વિદેશીઓને ત્યાં સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે જ્યાં સુધી તેમને તેમના દેશ મોકલવામાં ના આવે.
Advertisement
Tags :
Advertisement

.

×