Jamnagar માં હનીટ્રેપ અને અપહરણ ગેંગનો પર્દાફાશ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!
અપહરણ કરી બળજબરીપૂર્વક નાણાં પડાવતી ગેંગના યુવતી સહિત 4 આરોપીઓને દમણથી ઝડપાયા છે.
Advertisement
સો. મીડિયાથી લોકોને પ્રેમજાળમાં ફસાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. અપહરણ કરી બળજબરીપૂર્વક નાણાં પડાવતી ગેંગના યુવતી સહિત 4 આરોપીઓને દમણથી ઝડપાયા છે. ટોળકીએ અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. 2 વર્ષ પહેલા રાજકોટના યુવક પાસેથી 10 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે 6 મહિના પહેલા વેપારીની 3 તોલાની ચેઈન પડાવી હોવાનું પણ કબુલ્યું. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આ ટોળકી પીડિતો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા. 1.5 વર્ષ પહેલા મોરબીના યુવક પાસેથી 50 હજાર પડાવ્યા હતા. મહિલા ખોટા લગ્ન કરીને પણ રૂપિયા પડાવતી હતી. પોરબંદરના મૂંગા-બહેરા વ્યક્તિ સાથે પણ છેતરપિંડી કરી હતી. ઇન્સ્ટાગ્રામ મારફતે લોકોને આ ગેંગ ફસાવતી હતી.......જુઓ અહેવાલ......
Advertisement


