Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોંગકોંગના ખેલાડીએ ઘૂંટણિયે બેસી ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, જુઓ Video

એશિયા કપ (Asia Cup)માં ભારત સામેની મેચમાં હોંગકોંગની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ હાર બાદ હોંગકોંગના ખેલાડીઓના પ્રદર્શનને જોતા તેમના ખૂબ વખાણ થઇ રહ્યા છે. જોકે, મેચમાં હાર મળ્યા બાદ હોંગકોંગના એક ખેલાડીએ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી હેડલાઈન્સ બનાવી. હોંગકોંગના બેટ્સમેન અને ભારતીય મૂળના કિંચિત શાહે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં બધાની સામે પ્રપોઝ કર્યું હતું. જેનો વિડà«
હોંગકોંગના ખેલાડીએ ઘૂંટણિયે બેસી ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ  જુઓ video
Advertisement
એશિયા કપ (Asia Cup)માં ભારત સામેની મેચમાં હોંગકોંગની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ હાર બાદ હોંગકોંગના ખેલાડીઓના પ્રદર્શનને જોતા તેમના ખૂબ વખાણ થઇ રહ્યા છે. જોકે, મેચમાં હાર મળ્યા બાદ હોંગકોંગના એક ખેલાડીએ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી હેડલાઈન્સ બનાવી. 
હોંગકોંગના બેટ્સમેન અને ભારતીય મૂળના કિંચિત શાહે પોતાની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં બધાની સામે પ્રપોઝ કર્યું હતું. જેનો વિડીયો અને ફોટા થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયા. હોંગકોંગના કિંચિત શાહ ભલે પોતાની ટીમને જીત ન અપાવી શક્યા હોય, પરંતુ ભારત સામેની આ મેચ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની હોય તો નવાઇ નથી. જણાવી દઇએ કે, એશિયા કપમાં ભારત અને હોંગકોંગ વચ્ચે સારી મેચ જોવા મળી હતી. આ મેચ વિરાટ કોહલીની શાનદાર ફિફ્ટી અને સૂર્યકુમાર યાદવની તોફાની ઇનિંગ્સ માટે હંમેશા યાદ રહેશે. ઉપરાંત આ મેચમાં એક ઐતિહાસિક ક્ષણ જોડાઈ છે, જે હોંગકોંગના ક્રિકેટર કિંચિત શાહ સાથે જોડાયેલી છે. દુબઈ સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ કિંચિત શાહે તેની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેટલું જ નહીં સામે તેને તેની ગર્લફ્રેન્ડ તરફથી હા નો જવાબ મળ્યો હતો. 

મહત્વનું છે કે, મેચ પછી, કિંચિતે તેની ગર્લફ્રેન્ડને સ્ટેન્ડમાં ઘૂંટણિયે બેસીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. કિંચિતના આ રોમેન્ટિક પ્રપોઝનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિંચિતે પહેલા ઘૂંટણ પર બેસીને રિંગ કાઢી તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. તેની ગર્લફ્રેન્ડ આવું જોઈને એક ક્ષણ માટે ચોંકી જાય છે. પરંતુ બીજી જ ક્ષણે તે ખુશ થતી જોવા મળે છે અને ઝડપથી પ્રસ્તાવ સ્વીકારી લે છે અને હા કહે છે. બંને એકબીજાને આલિંગન આપે છે. સ્ટેડિયમમાં હાજર લોકો તુરંત જ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં હોંગકોંગની ટીમ ભલે હારી ગઈ હોય, પરંતુ તેણે જે રીતે ભારતીય બોલરોની ધૂલાઇ કરી તે પ્રશંસનીય છે અને તેના પ્રદર્શનની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ભારતે હોંગકોંગને 40 રનથી હરાવીને એશિયા કપ 2022ના સુપર 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કોહલી અને સૂર્યાની શાનદાર ઇનિંગ્સની મદદથી 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં હોંગકોંગે પણ લડત આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને શરૂઆતથી જ ઝડપી સ્કોર કર્યો. પરંતુ એક પછી એક વિકેટો પડતી રહી અને મેચ પણ હોંગકોંગના હાથમાંથી સરકી ગઈ.
Advertisement
Tags :
Advertisement

.

×