Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવજોતસિંહ સિદ્ધુએ જેલમાં પહેલી રાત કેવી રીતે ગુજારી? જાણો

રેડ રોઝ કેસમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું છે. કોર્ટમાં સમર્પણ કર્યા બાદ તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે. શુક્રવારે તેમણે પહેલી રાત જેલમાં ગુજારી હતી. સિદ્ધુને પતિયાલા કેન્દ્રીય સુધાર ગૃહમાં રાખવામાં આવ્યા છે, જયાં તેમને કેદી નંબર અને કોટડી પણ એલોટ કરી દેવાઇ છે. નવજોતસિંહ સિદ્ધુને જેલમાં કેદી નંબર 137683 આપવામાં આવ્યો છે. તેમને કેન્દ્રીય સુà
નવજોતસિંહ સિદ્ધુએ જેલમાં પહેલી રાત કેવી રીતે ગુજારી  જાણો
Advertisement
રેડ રોઝ કેસમાં કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું છે. કોર્ટમાં સમર્પણ કર્યા બાદ તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે. શુક્રવારે તેમણે પહેલી રાત જેલમાં ગુજારી હતી. સિદ્ધુને પતિયાલા કેન્દ્રીય સુધાર ગૃહમાં રાખવામાં આવ્યા છે, જયાં તેમને કેદી નંબર અને કોટડી પણ એલોટ કરી દેવાઇ છે. 
નવજોતસિંહ સિદ્ધુને જેલમાં કેદી નંબર 137683 આપવામાં આવ્યો છે. તેમને કેન્દ્રીય સુધાર ગૃહમાં દસ બાય પંદરની કોટડી એલોટ કરવામાં આવી છે. આ કોટડીમાં તેમની સાથે જેલમાં અન્ય ચાર કેદી પણ રખાયા છે જેમાં બે પૂર્વ પોલીસ કર્મી છે અને બે સામાન્ય નાગરીક છે. 
સુત્રોએ ઉમેર્યું કે જેલમાં પહોંચીને નવજોતસિંહ સિદ્ધુએ પહેલી રાત ભોજન લીધું ન હતું. તેમણે શુક્રવારે સાંજે મેડિકલ ટેસ્ટ વખતે જ ભોજન લઇ લીધું હતું અને ત્યારબાદ જમવાનો ઇન્કાર કર્યો હતો. સિદ્ધુને જેલમાં સામાન્ય કેદીની જેમ રાખવામાં આવ્યા છે. સિદ્ધુને ઘઉંની એલર્જી છે જેથી તેમને આજે જેલમાં ટેસ્ટ કરવામાં આવશે. 
ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુને 1988માં રેડ રોઝ મામલામાં સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સજા ફરમાવી હતી અને ત્યારબાદ 20મે શુક્રવારે તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. સિદ્ધુએ સાંજે 4 વાગે આત્મ સમર્પણ કર્યું હતું અને ત્યાર બાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાવાયું હતું. મેડીકલ ટેસ્ટ બાદ તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હતા. પોતાના સમર્થકો સાથે સિદ્ધુ ઘેરથી કોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. તે પહેલા સિદ્ધુએ કોર્ટ સમક્ષ સમય માંગ્યો હતો પણ તે માગ પર સુનાવણી થઇ ન હતી જેથી સિદ્ધુએ સરેન્ડર કર્યું હતું. 
Tags :
Advertisement

.

×