'આમ આદમી પાર્ટી' ગુજરાતમાં કેટલી સીટ જીતશે, જાણો શું કહ્યું પ્રો.સંદીપ પાઠકે
'આમ આદમી પાર્ટી'ના રણનીતિકાર ડો. સંદીપ પાઠકે ગુજરાતના પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો છે. સોમવારે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ પ્રો. સંદીપ પાઠકે કહ્યું છે કે પક્ષ 182 બેઠકો પર ગુજરાતમાં ચૂંટણી લડશે અને પક્ષના સર્વે મુજબ તેમને 58 બેઠકો મળી રહી છે. આપના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી એપ્રિલ મધ્યમાં ફરી ગુજરાત આવી શકે છે તેમ પણ જાણવા મળે છે. આમ આદમી પાર્ટીના પ્રો.ડો. સંદીપ પાઠકે સોમવારે ગુàª
07:35 AM Apr 04, 2022 IST
|
Vipul Pandya
'આમ આદમી પાર્ટી'ના રણનીતિકાર ડો. સંદીપ પાઠકે ગુજરાતના પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો છે. સોમવારે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ પ્રો. સંદીપ પાઠકે કહ્યું છે કે પક્ષ 182 બેઠકો પર ગુજરાતમાં ચૂંટણી લડશે અને પક્ષના સર્વે મુજબ તેમને 58 બેઠકો મળી રહી છે. આપના સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી એપ્રિલ મધ્યમાં ફરી ગુજરાત આવી શકે છે તેમ પણ જાણવા મળે છે.
આમ આદમી પાર્ટીના પ્રો.ડો. સંદીપ પાઠકે સોમવારે ગુજરાતના પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મંગળવારે તેઓ પક્ષના આગેવાનો સાથે મેરેથોન બેઠક યોજશે. બેઠકમાં ગુજરાત આપના પદાધિકારીઓ ઉપરાંત લોકસભા અને વિધાનસભાની પ્રભારી હાજર રહેશે. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે 'મને ગુજરાતનો પ્રભારી બનાવવામાં આવ્યો છે અને ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી મારે નિભાવવાની છે. ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે અને અહીંના લોકોના વિચાર એડવાન્સ છે'. તેમણે વધુમાં કહ્યું કે 'ગુજરાતની જનતા બદલાવ ઈચ્છે છે પરંતુ આ બદલાવ લાવવા કોંગ્રેસ અસમર્થ છે.ગુજરાતમાં ભાજપને માત્ર કેજરીવાલ અને આપ જ હરાવી શકે છે તથા અમારો હેતુ માત્ર ગુજરાતની જનતાને જીતાડવાનો છે.અમે બીજા અને ત્રીજા નંબરે આવવા માટે ચૂંટણી નથી લડવાના 'તેમ પણ તેમણે કહ્યું હતું.
પ્રો.પાઠકે દાવો કર્યો હતો કે ગુજરાત IB અને ભાજપ આજે અમને 55 બેઠક આપે છે પણ અમારા સર્વે મુજબ અમને 58 બેઠક મળી રહી છે. ગ્રામીણ વિસ્તારના કોંગ્રેસ સમર્થિત વોટ આપને મળવાના હોવાનો દાવો કરતાં પ્રો.પાઠકે કહ્યું કે શહેરી વિસ્તારના એવા વોટ જે ના છૂટકે ભાજપને મળે છે તે પણ હવે તેમને મળશે. ગુજરાતમાં અમે 182 બેઠકો પર ચૂંટણી લડીશું તેમ જણાવીને તેમણે એકલા હાથે જ ચૂંટણી લડાશે તથા કોઈ પક્ષ સાથે જોડાણ કરવાની હાલ જરૂર નથી તેમ તેમણે જણાવ્યું હતું. પ્રો. પાઠકે જણાવ્યું કે પંજાબ અને ગુજરાત બંને રાજ્ય પ્રગતિશીલ છે અને બંને રાજ્યની પ્રજા જૂની સરકારથી પરેશાન છે.
Next Article