ચૂંટણી કેવી રીતે હારવી તે કોંગ્રેસ પાસેથી શીખવું જોઇએ : અનુરાગ ઠાકુર
તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું જેમાં ભાજપને ચાર રાજ્યોમાં બંપર જીત મળી છે. માત્ર પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે. તો બીજી તરફ દેશની સૌથી જુની પાર્ટી કહેવાતી કોંગ્રેસ હવે જનતાનો પ્રેમ મેળવવામાં સતત ફેઇલ જઇ રહી છે. જેના પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કટાક્ષ કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને રાહુલ ગાંધી સાથે સંબંધિત પ્રશ્ન પૂà
07:13 AM Mar 14, 2022 IST
|
Vipul Pandya
તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું જેમાં ભાજપને ચાર રાજ્યોમાં બંપર જીત મળી છે. માત્ર પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે. તો બીજી તરફ દેશની સૌથી જુની પાર્ટી કહેવાતી કોંગ્રેસ હવે જનતાનો પ્રેમ મેળવવામાં સતત ફેઇલ જઇ રહી છે. જેના પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કટાક્ષ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને રાહુલ ગાંધી સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી કેવી રીતે હારી શકાય, તે કોંગ્રેસ પાસેથી શીખવું જોઈએ. વાસ્તવમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક પહેલા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠાવી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ફરી એકવાર રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠવા લાગી છે. જેના માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના મજબૂત નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસ પાસેથી શીખવું જોઈએ કે તેઓ ચૂંટણી કેવી રીતે હારે છે.
CWCની બેઠકમાંથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ એકમાત્ર એવા વ્યક્તિ છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની તમામ શક્તિ સાથે લઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજનીતિમાં ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાતી હોવાથી ગભરાવાની જરૂર નથી. આપણે ઘણા સમયથી જોયું છે કે તેમાં ઉતાર-ચઢાવ આવે છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ CWCને કહ્યું કે, જો તેમના પરિવારના જવાથી પાર્ટી મજબૂત થશે તો તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ છોડવા માટે તૈયાર છે. સોનિયા ગાંધીએ હોદ્દો છોડવાની માત્ર વાતોએ જ બેઠકમાં મૌન સર્જ્યું હતું અને તેમના રાજીનામાની ઓફર ઠુકરાવી દેવામાં આવી હતી.
Next Article