Surat Textile Market News: Surat માં ખાડીપૂરને લીધે Textile Market માં મોટું નુકસાન, જુઓ Video
Surat Textile Market News: સુરતમાં ખાડીપૂરના કારણે કાપડના બજારોમાં ભારે તારાજી સર્જાઈ છે, જેના પરિણામે અંદાજે 500 કરોડ રૂપિયાનું ડિસ્પેચિંગ કામકાજ અટકી ગયું છે અને વેપારીઓને 200 કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. કુ
Advertisement
Surat Textile Market News: સુરતમાં ખાડીપૂરના કારણે કાપડના બજારોમાં ભારે તારાજી સર્જાઈ છે, જેના પરિણામે અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાનું ડિસ્પેચિંગ કામકાજ અટકી ગયું છે અને વેપારીઓને ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. કુબેરજી, રઘુવીર, પ્લેટિનમ અને મિલેનિયમ જેવી મોટી માર્કેટોમાં પાણી ભરાઈ જવાને કારણે માલ-સામાનને મોટું નુકસાન થયું છે, ઉપરાંત વીજળી ગુલ થવાથી અને કર્મચારીઓની ગેરહાજરીને લીધે ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ આ મામલે નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી તાત્કાલિક રાહત આપવા માંગ કરી છે.

