ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાળંગપુરમાં સ્થપાશે 30 હજાર કિલોની 54 ફૂટ ઉંચાઇ ધરાવતી હનુમાનજીની વિશાળ મૂર્તિ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. 30 હજાર કિલો વજનની હનુમાનજીની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે.'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ માનેસરમાં પહોંચી હતી જયાં હનુમાનજીની વિશાળ પ્રતિમા તૈયાર થઇ રહી à
01:10 PM May 12, 2022 IST | Vipul Pandya
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. 30 હજાર કિલો વજનની હનુમાનજીની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે.'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ માનેસરમાં પહોંચી હતી જયાં હનુમાનજીની વિશાળ પ્રતિમા તૈયાર થઇ રહી à
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. 30 હજાર કિલો વજનની હનુમાનજીની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે.'ગુજરાત ફર્સ્ટ'ની ટીમ માનેસરમાં પહોંચી હતી જયાં હનુમાનજીની વિશાળ પ્રતિમા તૈયાર થઇ રહી છે. 
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટ હેઠળ હનુમાનજી મહારાજની આ વિશાળ મૂર્તિ તૈયાર થઇ રહી છે. આ મૂર્તિ 54 ફીટની ઉંચાઇ હશે જયારે 754 ફીટ વ્યાસ અને  પ્રતિમાના આભુષણની સાઇઝ 24 ફીટ રહેશે.પંચધાતુની આ મૂર્તિનું વજન 30 હજાર કિલો છે. 
આ વિરાટ મૂર્તિ નરેશ કુમાવત બનાવી રહ્યા છે. પરમ પૂજ્ય ધર્મધૂરંધર 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.
નરેશ કુમાવતે કહ્યું કે તેઓ ત્રણ પેઢીથી મૂર્તિ કલાનું કામ કરી રહ્યા છે. સૌભાગ્યની વાત છે કે અગાઉ તેમણે વડોદરાના સુરસાગર તળાવમાં ભગવાન શંકરની 121 ફુટની મૂર્તિ બનાવી હતી. હવે તેઓ હનુમાનજીની વિશાળ મૂર્તી બનાવી રહ્યા છે. આ મુર્તી પંચધાતુની છે અને તેનું સ્ટુડીઓમાં કામ પૂર્ણ થયું છે. તેઓ ઇમોશનથી કામ કરી રહ્યા છે. પહેલીવાર  મૂર્તિને ડિજીટલી તૈયાર કરી હતી અને થ્રીડી સ્કેન કરાઇ હતી. નવી ટેકનોલોજીના આધારે મૂર્તિ તૈયાર કરાઇ છે. તેમણે કહ્યું કે હવે અમે ડિટીજલી મૂર્તિ તૈયાર કરીને ચકાસીને તૈયાર કરીએ છે.  જો કોઇ ખામી દેખાય તો ડીજીટલી ઇમ્પ્રુવ થાય છે અને પરફેકશન 100 ટકા થાય છે. દોઢ મહિનામાં ડિજીટલી મૂર્તિ તૈયાર કરાઇ હતી. 
અત્યારે હનુમાનજીની અડધી મૂર્તિ તૈયાર થઇ ગઇ છે. ડીજીટલી તૈયાર થાય બાદ થર્મોકોલમાં કટીંગ કરીને પીઓપીથી ફિનીશીંગ કરી કાસ્ટીંગ કરાય છે અને બારીકીથી નાનામાં નાનું કામ કરવામાં આવે છે. કારિગરો બારીકી અને નિષ્ઠાથી કામ કરે છે અને ચાર ફૂટના ટુકડામાં કાપીને કાસ્ટીંગ કરવામાં આવે છે. હાલ પિત્તળની મૂર્તિ તૈયાર થઇ રહી છે. ચાર ફીટના ટુકડાને જોઇન્ટ કરી ફિનીશીંગ કરવામાં આવી રહ્યું છે. માટુરામ આર્ટ દ્વારા મૂર્તિ તૈયાર થઇ રહી છે. 
મૂર્તિની વિશેષતા જોઇએ તો આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે તથા બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે. પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે. દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે. આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય થશે તથા પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે. ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે. 14 ઓક્ટોબરથી લોકો દાદાની મૂર્તિના દર્શન કરી શકશે. આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે. દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.
Tags :
GiantstatueGujaratFirstHanumanjiMaharajSalangpur
Next Article