આ કામ કરવાથી ક્યારેય નહીં થાય પતિ-પત્નીના ઝઘડા..
વખાણ કરવાહંમેશા કપલને એકબીજાના વખાણ કરતા રહેવું જોઈએ. વખાણથી એકબીજા પ્રત્યે માન પણ વધશે. જ્યારે પણ એકબીજા સાથે ઝઘડો થાય ત્યારે પણ તેમના સારા પાસાને વખાણવાનું ન ભૂલશો. એકબીજા સાથે પસાર કરેલા સમયને યાદ કરવાનું ન ભૂલો. આમ કરવાથી રિલેશનશીપ વધુ મજબૂત બનશે.ખરાબ સમયનો સહારોકહેવાય છે કે એક દસકો ખરાબ તો બીજો દસકો સારો.. એમ જીવનમાં મુશ્કેલીઓ તો આવતી રહેવાની. બન્ને પાર્ટનરમાંથી કોઈ એકના જà«
03:15 PM Apr 07, 2022 IST
|
Vipul Pandya
એકબીજાનો મૂડ તપાસવો
વખાણ કરવા
- હંમેશા કપલને એકબીજાના વખાણ કરતા રહેવું જોઈએ. વખાણથી એકબીજા પ્રત્યે માન પણ વધશે. જ્યારે પણ એકબીજા સાથે ઝઘડો થાય ત્યારે પણ તેમના સારા પાસાને વખાણવાનું ન ભૂલશો.
- એકબીજા સાથે પસાર કરેલા સમયને યાદ કરવાનું ન ભૂલો. આમ કરવાથી રિલેશનશીપ વધુ મજબૂત બનશે.
ખરાબ સમયનો સહારો
- કહેવાય છે કે એક દસકો ખરાબ તો બીજો દસકો સારો.. એમ જીવનમાં મુશ્કેલીઓ તો આવતી રહેવાની.
- બન્ને પાર્ટનરમાંથી કોઈ એકના જીવનમાં કોઈ તકલીફ આવી જાય, તો બીજાએ હંમેશા તેના પડખે ઉભા રહેવું જોઈએ. એ સમયે તેમનો આધાર બનો. અને તેમને હિમ્મત આપો. તેનાથી જીવનમાં અડગ રહેવાની ક્ષમતા વધશે. કારણ કે કોઈપણ વ્યક્તિ હંમેશા માટે મજબૂત ન રહી શકે. તેને જીવનમાં કોઈનો સપોર્ટ રહેવો જોઈએ. આમ કરવાથી રિલેશનશીપ વધુ મજબૂત બનશે અને એક અલગ જ લેવલ પર સ્થાપિત થશે.
એકબીજાનો મૂડ તપાસવો
- કપલે હંમેશા એકબીજાના મૂડને જાણીને હંમેશા એ રીતે વર્તન કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારા વચ્ચે ઝઘડો થવાની તક જ ઓછી રહેશે.
- એકબીજાની મુશ્કેલીઓ પારખો અને એ રીતે વર્તન કરો. આમ કરવાથી એકબીજા પ્રત્યેનું માન અને લાગણીઓ સારી રીતે જળવાઈ રહેશે.
ખર્ચ કરવાની આદતો
- રુપિયા અને નાણાંકિય સ્થિતિ એવી બાબતો છે જેના લીધે જ મોટાભાગે પરીણિત કપલ તેમજ પાર્ટનર્સ વચ્ચે ઝઘડો થતો હોય છે.
- પરીણિત કપલને આ બાબતે હંમેશા વિચાર કરવો જોઈએ અને એકબીજાની ખર્ચ કરવાની આદતો વિશે વિચારવું જોઈએ તેમજ એકબીજા પ્રત્યે ખુલ્લા દિલે વાત કરવી જોઈએ.
- જેથી નાણાંકિય બાબતો અંગે એકબીજા સાથે ક્યારેય પણ વાદવિવાદ કે ઝઘડા ન થાય..
Next Article