અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ મહિલાનો મૃતદેહમાં પતિ જ નીકળ્યો હત્યારો
શંકાની સોય પતિ તરફ જતી હતીપોલીસ પુછપરથમાં ભેદ ઉકેલાયોપતિએ જ પત્નીનું ઢીમ ઢાળ્યુંઅંકલેશ્વર (Ankleshwar) પંથકના બોઈદ્રા ગામની 55 વર્ષીય મહિલા બે દિવસથી ગુમ થયા બાદ તે મૃતક અવસ્થામાં મળી આવતા પોલીસે હત્યા કરાય હોવાની પ્રાથમિક આશંકાના આધારે તપાસ કરતા મહિલા ના મોત પ્રકરણમાં પતિની શંકાસ્પદ હિલચાલના કારણે સંપૂર્ણ દિશામાં તપાસ કરતા પતિએ જ પત્નીની હત્યા (Murder) કરી હોવાનું વિસ્ફોટ થતા હત્યારા àª
01:02 PM Dec 10, 2022 IST
|
Vipul Pandya
- શંકાની સોય પતિ તરફ જતી હતી
- પોલીસ પુછપરથમાં ભેદ ઉકેલાયો
- પતિએ જ પત્નીનું ઢીમ ઢાળ્યું
અંકલેશ્વર (Ankleshwar) પંથકના બોઈદ્રા ગામની 55 વર્ષીય મહિલા બે દિવસથી ગુમ થયા બાદ તે મૃતક અવસ્થામાં મળી આવતા પોલીસે હત્યા કરાય હોવાની પ્રાથમિક આશંકાના આધારે તપાસ કરતા મહિલા ના મોત પ્રકરણમાં પતિની શંકાસ્પદ હિલચાલના કારણે સંપૂર્ણ દિશામાં તપાસ કરતા પતિએ જ પત્નીની હત્યા (Murder) કરી હોવાનું વિસ્ફોટ થતા હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી હતી.
મૃતદેહ મળી આવ્યો હતો
અંકલેશ્વર બોઈદરા ગામની મહિલાનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે રહેતા ૫૫ વર્ષીય ઉર્મિલા ચુનીલાલ ઓડ બે દિવસ પૂર્વે ઘરેથી ગુમ થઇ ગયા હતા. તેમના પરિવારજનો બે દિવસથી તેમની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન આબોલી ગામની પ્રાથમિક શાળા પાછળ બોઈદરા ગામની હદમાંથી દુર્ગંધ મારતો ઉર્મિલા ઓડનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
હત્યા થઈ હોવાનું અનુમાન
મૃતક મહિલાના શરીર ઉપર ગંભીર ઈજા હોવાના કારણે તેમજ ગળાના ભાગે ઈજાના નિશાનો દેખાતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી પોલીસે (Police) તપાસ હાથ ધરી હતી.
પતિએ કરી હતી હત્યા
દરમિયાન મહિલાના પતિ ચુનીલાલ કેવળ ઓડની શંકાસ્પદ હિલચાલના કારણે તેની પૂછપરછ કરતા પત્ની ઉર્મિલાની હત્યા તેણે મારામારીમાં કરી હોય અને મૃતક પતિ ઉપર ખોટી શંકા રાખતી હોય અને દારૂ પીતી હોવાના કારણે બંને વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને માર મારતા તે મોતને ભેટી હોવાનું કબુલતા પોલીસે મહિલાની હત્યામાં વાપરેલી સાધન સામગ્રી સહિત બાઇક કબજે લઈ હત્યાનો ભેદ ઉકેલ નાખી હત્યારા પતિની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article