દેશના આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ તો અહી રહેશે ભીષણ ગરમી
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યો આકરી ગરમીને સહન કરી રહ્યા છે. જોકે, જે પ્રમાણે ગરમી પડી રહી છે તે જોતા આનારા દિવસોમાં રાહત મળે તેની સંભાવાના ઓછી જ દેખાઇ રહી છે. વળી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ સુધી હવામાનની પેટર્ન એવી જ રહેશે અને લોકોને ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી ફૂંકાતા સૂકા અને ગરમ પશ્ચિમી પવનોને કારàª

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યો આકરી ગરમીને સહન કરી રહ્યા છે. જોકે, જે પ્રમાણે ગરમી પડી રહી છે તે જોતા આનારા દિવસોમાં રાહત મળે તેની સંભાવાના ઓછી જ દેખાઇ રહી છે. વળી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ સુધી હવામાનની પેટર્ન એવી જ રહેશે અને લોકોને ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે.
મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાન તરફથી ફૂંકાતા સૂકા અને ગરમ પશ્ચિમી પવનોને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગુરુવાર સુધી 'લૂ' ચાલુ રહેવાની સંભાવના છે. આ દિવસોમાં દેશમાં હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ક્યાંક ગરમ હવા અને ગરમીના મોજાએ લોકોને ઘરોમાં છુપાઈ જવાની ફરજ પાડી છે તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, દિલ્હીના રહેવાસીઓને ગરમી અને લૂ થી રાહત મળવાની આશા નથી. આજે એટલે કે 8 જૂને દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીની લહેર પ્રવર્તશે. જોકે, સ્કાયમેટે પૂર્વ ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર અને આંતરિક કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર અનુસાર આજે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
વળી IMD અનુસાર, તાપમાનમાં વધારો થવાનો સમયગાળો આગામી કેટલાક દિવસો સુધી આ રીતે ચાલુ રહેશે. આજે પણ ઘણા રાજ્યોમાં હીટ વેવની શક્યતા છે. આ સંદર્ભમાં, IMDએ યલો એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે. દિલ્હી-એનસીઆરમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ઓછામાં ઓછા આગામી ચાર દિવસ સુધી ગરમીથી કોઈ રાહત નથી. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીનું કહેવું છે કે દિલ્હીમાં તાપમાન 44 થી 46 ડિગ્રી વચ્ચે રહેવાની આશા છે.