Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મસ્કે Twitter CEO પરાગ અગ્રવાલને હટાવ્યા તો ચૂકવવી પડશે આટલી મોટી રકમ

દુનિયાના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. મસ્કના ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના CEO પરાગ અગ્રવાલે ચિંતિત કર્મચારીઓને કહ્યું કે, તેઓ જાણતા નથી કે 44 અરબ ડોલરના મોટા સૌદા પછી કંપની કઇ દિશામાં જશે. વળી એવી વાત પણ સામે આવી રહી છે કે, જો ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને હટાવે છે તો તેમણે અગ્રવાનને મોટી રકમ ચૂકવવી પડશે.અગ્રવાલે પાંચ મહિના પહેલા જ ટ્વિટàª
મસ્કે twitter ceo પરાગ અગ્રવાલને હટાવ્યા તો ચૂકવવી પડશે આટલી મોટી રકમ
Advertisement
દુનિયાના સૌથી ધનિક શખ્સ એલન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. મસ્કના ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના CEO પરાગ અગ્રવાલે ચિંતિત કર્મચારીઓને કહ્યું કે, તેઓ જાણતા નથી કે 44 અરબ ડોલરના મોટા સૌદા પછી કંપની કઇ દિશામાં જશે. વળી એવી વાત પણ સામે આવી રહી છે કે, જો ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને હટાવે છે તો તેમણે અગ્રવાનને મોટી રકમ ચૂકવવી પડશે.
અગ્રવાલે પાંચ મહિના પહેલા જ ટ્વિટરનો હવાલો સંભાળ્યો હતો. Twitter ના બોર્ડે મસ્કની લગભગ 44 અરબ ડોલર ટેકઓવર બિડને મંજૂરી આપી છે, જે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકીની એક પગલું નજીક બનાવે છે. આ ડીલ આ વર્ષે બંધ થવાની ધારણા છે, પરંતુ હજુ સુધી શેરધારકો અને યુએસ રેગ્યુલેટર્સ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી નથી. આ ડીલ સાથે, 2013 થી સાર્વજનિક ચાલતી કંપની હવે ખાનગી બની જશે. ટ્વિટરના વેચાણ સાથે, એક પ્રશ્ન જે સતત ઊભો થાય છે તે એ છે કે શું મસ્ક કંપનીના વર્તમાન CEO પરાગ અગ્રવાલને વિદાય આપશે. 
જોકે, આવું થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પરંતુ જો આવું થાય તો નવા માલિકને તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ટ્વિટરના CEO પરાગ અગ્રવાલ વિદાય થાય છે, તો તેને 4.2 કરોડ ડોલર એટલે કે લગભગ 321.6 કરોડ રૂપિયા મળશે. રિસર્ચ ફર્મ Equilar ની એક રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, નિયમ મુજબ જો તાજેતરમાં CEO પરાગ અગ્રવાલને કંપની વેચાય તેના 12 મહિનાની અંદર Twitterથી નિકાળવામાં આવે છે, તો તેને લગભગ 4.2 કરોડ ડોલર મળશે. 
એક અખબારે અગ્રવાલને ટાંકીને કહ્યું હતું કે, "એ સ્વીકારવું અગત્યનું છે કે જે થઈ રહ્યું છે તેના વિશે તમારા બધાની અલગ-અલગ લાગણીઓ છે." યુએસ ડેઇલી અનુસાર, અગ્રવાલે કર્મચારીઓને કહ્યું કે, તેમનો અંદાજ છે કે ડીલ પૂર્ણ થવામાં ત્રણથી છ મહિના લાગી શકે છે. આ દરમિયાન, અમે પહેલાની જેમ ટ્વિટરનું સંચાલન કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે, અમે કંપનીને કેવી રીતે ચલાવીએ છીએ, અમે જે નિર્ણયો લઈએ છીએ અને અમે જે સકારાત્મક ફેરફારો કરીએ છીએ - તે અમારા પર અને અમારા નિયંત્રણમાં રહેશે. જોકે, હવે અનિશ્ચિતતા ટ્વિટર કર્મચારીઓના ભાવિ પર મંડાયેલી છે, જેમને મસ્ક દ્વારા સંપાદનને પગલે છટણીનો ડર હતો.
નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતથી જ ટેસ્લાના માલિક એલન મસ્ક ટ્વિટરને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે ઊંચા શિખરો સર કરી રહ્યા હોવાના સમાચાર સતત આવતા હતા. એપ્રિલની શરૂઆતમાં, તેમણે કંપનીમાં 9.2% હિસ્સો ખરીદ્યો હતો અને હવે આખી કંપની તેમની માલિકીની છે. 14મી એપ્રિલે સિક્યોરિટી ફાઇલિંગમાં, મસ્કએ કહ્યું કે તેમને ટ્વિટરના વર્તમાન મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી. એટલું જ નહીં, મસ્ક છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરની પોલિસી પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. આ કારણોસર, એવી અટકળો છે કે પરાગ અગ્રવાલ કંપનીના વેચાણ પછી છોડી શકે છે.
Tags :
Advertisement

.

×