Gujarat Monsoon 2025 LIVE : ફરી જામ્યુ ચોમાસું, મધ્યમાં ચોમેર પાણી-પાણી ભાવનગર નજીક કોઝ-વે ધોવાયો
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
04:00 PM Jun 16, 2025 IST
|
Vishal Khamar
રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા સમયથી ચોમાસુ નિષ્કિય હતું જે ફરી સક્રિય થયું છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થવા પામી છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.
ભાવનગરમાં ભારે વરસાદના કારણે શિહોહના બુઢણા થી પાલીતાણા હાઈવે રોડને જોડતો કોઝવે પુલ પાણીમાં તણાયો હતો. કોઝવે પુલના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાણીના રોદ્ર સ્વરૂપ સામે કાગળની માફક કોઝવે પુલ તણાઈ ગયો હતો. સિહોર તાલુકાના ટાણાથી પાલીતાણા તાલુકામાં જવાનો આ મુખ્ય કોજવે હતો જે વરસાદના પાણીમાં તણાઈ ગયો છે. કોજવે તણાઈ જવાના કારણે સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે રોડ બંધ થયો છે.
Next Article