24 કલાકમાં સપ્લાય ન થઇ તો, રાજસ્થાનના 3 હજાર પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થઇ જશે
રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની અછતે રાજસ્થાનની જનતાની ચિંતા વધારી છે. રાજસ્થાનમાં દરરોજ લગભગ 25 લાખ લીટર પેટ્રોલની માંગ સામે 12 થી 13 લાખ લિટર પેટ્રોલની સપ્લાય થઇ રહી છે. અને રોજની 1 કરોડ લીટર ડીઝલની માંગ રહે છે. જેની સામે 50 લાખ લીટર ડીઝલની સપ્લાય થઇ રહી છે. 24 કલાકમાં સપ્લાય ન થાય તો રાજસ્થાનના 3 હજાર પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થઇ જશે.રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત અછતને કારણે 500 પે
Advertisement
રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની અછતે રાજસ્થાનની જનતાની ચિંતા વધારી છે. રાજસ્થાનમાં દરરોજ લગભગ 25 લાખ લીટર પેટ્રોલની માંગ સામે 12 થી 13 લાખ લિટર પેટ્રોલની સપ્લાય થઇ રહી છે. અને રોજની 1 કરોડ લીટર ડીઝલની માંગ રહે છે. જેની સામે 50 લાખ લીટર ડીઝલની સપ્લાય થઇ રહી છે. 24 કલાકમાં સપ્લાય ન થાય તો રાજસ્થાનના 3 હજાર પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થઇ જશે.
- રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત
- અછતને કારણે 500 પેટ્રોલ પંપ બંધ થવાની સ્થિતિએ
- 1 હજારથી વધુ પંપ પર નથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો
રાજસ્થામાં પેટ્રોલ-ડીઝલની અછતે રાજસ્થાનની જનતાની ચિંતા વધારી છે. જેમાં ખાસ કરીને ડિઝલની અછત તો પેટ્રોલથી પણ વધારે છે. રાજસ્થાનના 500 જેટલા પેટ્રોલ પંપ આ કારણે બંધ થવાની કગાર પર છે. એક હજારથી વધુ પંપ સુકાઇ ચૂક્યા છે. એટલે કે તેમની પાસે માત્ર રિઝર્વ જથ્થાનું જ ઇંધણ બચ્યું છે. રાજસ્થાન પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પ્રદેશાધ્યક્ષ સુનિત બગઇએ કહ્યું કે બીપીસીએલથી થોડી રાહત મળી છે. પરંતુ એચપીના પંપ પર પર્યાપ્ત સપ્લાય નથી થઇ રહી.
- ઓઇલ કંપનીઓએ ઘટાડી દીધી સપ્લાય
- કેન્દ્રએ એકસાઇઝ ઘટાડયા બાદ ઘટાડી સપ્લાય
- એસ્સાર-રિલાયન્સના 14 પેટ્રોલ પંપ પર તાળુ
- બન્ને કંપનીઓના 1500થી વધુ પેટ્રોલ પંપ બંધ સ્થિતિમાં
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એકસાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ ઓઇલ કંપનીઓેએ સપ્લાય ઘટાડી દીધી છે. 24 કલાકમાં સપ્લાય ન થઇ તો રાજસ્થાનના 3 હજાર પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થઇ જશે. રાજસ્થાનમાં પહેલીવાર આવું બન્યું છે. પાલી જિલ્લામાં તો એસ્સાર અને રિલાયન્સના 14 પેટ્રોલ પંપ પર તાળુ લાગી ચૂક્યું છે. રાજસ્થાનમાં 15-20 દિવસ પહેલા રિલાયન્સ અને એસ્સારના 1500થી વધુ પંપ બંધ થઇ ગયા છે. બંધ થઇ ગયેલા રીલાયન્સ અને એસ્સારના પેટ્રોલ પંપ્સમાં 1100 પેટ્રોલ પંપ એસ્સારના છે. જ્યારે 300થી 400 પેટ્રોલ પંપ રિલાયન્સના છે.
- છેલ્લા એક સપ્તાહથી નથી થઇ રહી પર્યાપ્ત સપ્લાય
- 24 કલાકમાં સપ્લાય ન થઇ તો થશે 500 પંપ બંધ
- 5 હજારથી વધુ પંપો સુકાઇ જવાની કગાર પર
પંપ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા 7 દિવસથી રાજસ્થાનના 6500થી વધુ પેટ્રોલ પંપ્સ પર ઓઇલ કંપનીઓ ડિમાન્ડ અનુસાર સપ્લાય નથી કરી રહી. જેને કારણે 3 હજારથી વધુ પંપ પર ઓઇલ ખત્મ થવાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. એવામાં જો 24 કલાકમાં ડિઝલ અને પેટ્રોલની સપ્લાય ન થઇતો પ્રદેશમાં 500થી વધુ પેટ્રોલ પંપ સંપૂર્ણ બંધ થઇ જશે. પાંચ હજારથી વધુ પંપો પર ડ્રાય રનની સ્થિતિ સર્જાશે. પછી અહીં માત્ર ઇમરજન્સીની સ્થિતિ માટેનું જ પેટ્રોલ-ડીઝલ વધશે. રાજ્સ્થાન પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના અધ્યક્ષ સુનિત બગઇએ જણાવ્યું કે રાજસ્થાનના પેટ્રોલ પંપ ફક્ત આઇઓસીએલના ભરોસે ચાલી રહ્યા છે. કારણ કે એચપીસીએલ અને બીપીસીએલ દ્વારા પેટ્રોલ અને ડીજલની સપ્લાય બિલકુલ ઘટાડી દેવામાં આવી છે. તેનું નુકસાન પેટ્રોલ પંપ સંચાલકોની સાથે-સાથે સામાન્ય જનતા અને રાજસ્થાન સરકારને પણ ઉઠાવવું પડી રહ્યું છે. આવી જ સ્થિતિ રહી તો પેટ્રોલ પંપ બંધ કરવા પડશે.
- ઇન્ટરનેશનલ માર્કેટમાં વધી છે ક્રૂડની કિંમત
- ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલર
- ઓઇલ કંપનીઓ ગણાવી રહી છે તેમની ખોટ
- પેટ્રોલમાં 18 રૂ., ડીઝલમાં 21 રુ.પ્રતિ લીટર ખોટનો દાવો
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત ઉંચે જઇ રહી છે. હાલ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 120 ડોલર પર પહોંચી ગયો છે. મોંઘવારીનો દર ઉપર જતો રોકવા માટે સરકારે કિંમતો સ્થિર રાખી છે. હાલના ભાવ જોતા ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિલિટર 18 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લિટર 21 રૂપિયાનું નુકસાન જઇ રહ્યું હોવાનું બતાવાઇ રહ્યું છે.
- રાજસ્થાનમાં દરરોજ 25 લાખ લીટર પેટ્રોલની માંગ
- રાજસ્થાનમાં દરરોજ 1 કરોડ લીટર ડીઝલની માંગ
- હાલ 12થી 13 લાખ લીટર પેટ્રોલની સપ્લાય
- દરરોજ માત્ર 50 લાખ લીટર ડીઝલની સપ્લાય
રાજસ્થાનમાં દરરોજ લગભગ 25 લાખ લીટર પેટ્રોલ અને 1 કરોડ લીટર ડીઝલની માંગ રહે છે. હાલ રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ 50 ટકા ઘટી ગયું છે.હાલ 12 થી 13 લાખ લીટર પેટ્રોલની સપ્લાય થઇ રહી છે. હાલ 50 લાખ લીટર ડીઝલની સપ્લાય થઇ રહી છે. ઓછા સપ્લાયને કારણે દરરોજ લગભગ 5 કરોડ રૂપિયાની રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઓઇલ કંપનીઓના અધિકારીઓએ પેટ્રોલ પંપ ડિલર્સના ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું છે.


