નવરાત્રિમાં જો કરતા હોવ નકોરડા કે એકટાણાના ઉપવાસ ,આ રીતે દૂર કરો પ્રોટીનની ઉણપ
આજથી નવરાત્રિ શરૂ થઇ ચૂકી છે. જે 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ નવ દિવસ દરમ્યાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. જેથી ઘણીવાર ઉપવાસને કારણે પ્રોટીનની ઉણપ સર્જાય છે. આજે અમે આપને કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઇ રહ્યા છે.જે તમને નવરાત્રિ ના ઉપવાસ દરમ્યાન પ્રોટીનની ઉણપ પેદા નહીં થવા દે. ડેરી પ્રોડ્ક્ટદૂધ પ્રોટીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. નવરાત્રી દરમ્યાન તમે કોઇપણ ડેરી પ્રોડક્ટનું સેવન કરી àª
10:11 AM Sep 26, 2022 IST
|
Vipul Pandya
આજથી નવરાત્રિ શરૂ થઇ ચૂકી છે. જે 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ નવ દિવસ દરમ્યાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. જેથી ઘણીવાર ઉપવાસને કારણે પ્રોટીનની ઉણપ સર્જાય છે. આજે અમે આપને કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઇ રહ્યા છે.જે તમને નવરાત્રિ ના ઉપવાસ દરમ્યાન પ્રોટીનની ઉણપ પેદા નહીં થવા દે.
ડેરી પ્રોડ્ક્ટ
દૂધ પ્રોટીનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. નવરાત્રી દરમ્યાન તમે કોઇપણ ડેરી પ્રોડક્ટનું સેવન કરી શકો છો. જેનાથી પ્રોટીનની કમી પુરી થઇ શકે છે. દહી અને પનીરથી બનેલી વાનગીઓમાં પ્રોટીન ખૂબ જ વધારે હોય છે.
પનીર
જો તમે પનીર ખાવાના શોખીન હોવ તો નવરાત્રીમાં ખુબજ ફાયદો થશે. તમે પનીરથી બનેલી અલગ-અલગ વાનગીઓ ખાઇ શકો છો. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન હોય છે. જો ઇચ્છો તો પનીરની ભૂરજી ખાઇ શકો છો. કે પછી કાચુ પનીર પણ ખાઇ શકો છો.
નટ્સ
બદામ અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બદામ કે અખરોટનું સેવન કરો.આનાથી ભૂખ પણ દુર થશે અને શરીરને પ્રોટીન પણ મળશે
પ્રોટીન શેક કે છાશ
હાઇડ્રેટ રહેવા માટે પ્રોટીન શેકનો ઉપયોગ કરો. પ્રોટીન શેકમાં તમે ઇચ્છો તો ફળ અને સુકો મેવો નાંખી શકો છો. આ ઉપરાંત લસ્સી કે છાશ પણ લઇ શકો છો.
પ્રોટીનવાળા લાડુ
તહેવારમાં પ્રોટીનવાળા લાડુ પણ ખાઇ શકો છો. લાડુમાં ઘી, બદામ મિક્સ કરવા જેથી તેમાં પ્રોટીનની માત્રા વધી શકે. લાડુ બનાવવા ખુબજ આસાન હોય છે. માટે આ નવરાત્રિમાં આનો પણ ટ્રાય કરી શકો છો.
દાળ
જો તમે નવરાત્રિમાં એકટાણું કરતા હોવ તો એક ટાઇમનું ભોજન લેતી વખતે તેમાં દાળ જરૂર ખાઓ .દાળમાં પ્રોટીનની માત્રા અધિક હોય છે. જો આપ 2 થી 3 વાટકી દાળનું સેવન કરો તો લગભગ 30 થી 40 ગ્રામ પ્રોટીન આપને મળી શકે છે.
રાજમા અને છોલે
રાજમા અને છોલેમાં પ્રોટીનની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે. આપ નવરાત્રિમાં એકટાણુ કરતા હોવ તો રાજમા અને છોલેનું સેવન કરીને પ્રોટીનની ઉણપથી દુર રહી શકો છો.
Next Article