ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સારી અને સસ્તી ટ્રીપનું પ્લાનીંગ કરવું છે તો આ ટિપ્સ તમને ચોક્કસ ગમશે

આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે બહાર જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે,તો સારી અને સસ્તી સફરનું આયોજન કરવા માટે આ ટિપ્સ કામમાં આવશે, આ બાબતો ધ્યાનમાં રાખીને જો તમે તમારી ટ્રીપ પ્લાન કરશો તો તમે ફરવા સાથે પૈસા પણ બચાવી શકો છો.  કેવી રીતે સારી રીતે ફરાય અને વધારે પૈસા ન ખર્ચાયપાછલા બે વર્ષથી કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં બંધ હતાં. ત્યારે આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમ
09:12 AM May 26, 2022 IST | Vipul Pandya
આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે બહાર જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે,તો સારી અને સસ્તી સફરનું આયોજન કરવા માટે આ ટિપ્સ કામમાં આવશે, આ બાબતો ધ્યાનમાં રાખીને જો તમે તમારી ટ્રીપ પ્લાન કરશો તો તમે ફરવા સાથે પૈસા પણ બચાવી શકો છો.  કેવી રીતે સારી રીતે ફરાય અને વધારે પૈસા ન ખર્ચાયપાછલા બે વર્ષથી કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં બંધ હતાં. ત્યારે આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમ
આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે બહાર જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે,તો સારી અને સસ્તી સફરનું આયોજન કરવા માટે આ ટિપ્સ કામમાં આવશે, આ બાબતો ધ્યાનમાં રાખીને જો તમે તમારી ટ્રીપ પ્લાન કરશો તો તમે ફરવા સાથે પૈસા પણ બચાવી શકો છો. 

 કેવી રીતે સારી રીતે ફરાય અને વધારે પૈસા ન ખર્ચાય
પાછલા બે વર્ષથી કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં બંધ હતાં. ત્યારે આ ઉનાળુ વેકેશનમાં લોકો ફેમિલી સાથે કે ફ્રેન્ડ સાથે બહાર જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે સારી રીતે ફરે અને વધારે પૈસા ન ખર્ચે. એવું શક્ય નથી કે તમે ક્યાંક બહાર જાઓ અને પૈસા ખર્ચ ન કરો, પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે બિનજરૂરી ખર્ચને અવશ્ય ટાળી શકો છો. 
 
સફરને બનાવો શાનદાર બજેટ ટ્રીપ 
ઘણી વખત એવું જોવા મળે છે કે મુસાફરી કરતી વખત ઉત્સાહના અતિરેકમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કેટલો ખર્ચ કર્યો છે. આવી પરિસ્થિતિમાં ઘણી વખત બહારથી પાછા આવીને કે ઘણી વાર ટ્રીપ દરમ્યાન કોઇ ઇમરજન્સી આવે તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ મહિનાનું આખું બજેટ પણ ખોરવાઈ જાય છે. જો તમે ઈચ્છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખીને તમારી સફરને એક શાનદાર બજેટ ટ્રીપ બનાવી શકો છો. અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જે તમને ચોક્કસ મદદરુપ થશે.

બજેટ પ્લાનિંગ - પ્રથમ અને સૌથી અગત્યનું એ છે કે તમે ક્યાંય પણ જતા પહેલા તમારા બજેટ નક્કી કરો. પ્લાનીંગ બનાવો કે તમે કેટલા પૈસા ખર્ચી શકો છો.
પ્રવાસનનું સ્થળ - બજેટ પ્લાન કર્યા પછી બજેટ અનુરુપ તે જગ્યા પસંદ કરો કારણ કે આવી ઘણી જગ્યાઓ છે, જે સમયાંતરે મોંઘી થઈ જાય છે. તમારા બજેટ માટે કયું સ્થાન શ્રેષ્ઠ હોઈ શકે છે તે જુઓ. આ સિવાય તમે તમારી મનપસંદ જગ્યા પણ પસંદ કરી શકો છો, પરંતુ શું કરવું અને ક્યાં જવું, તે તમારા બજેટ પ્રમાણે જ પ્લાન કરો.
હોટેલ બુકિંગ - ઘણીવાર લોકો પ્રવાસન સ્થળ પર જઇને અને હોટલ શોધવા નીકળે છે, જે ઘણીવાર મોંઘી પડે છે. ઘણાં કિસ્સામાં વેકેશન સિઝનમાં પૈસા આપવા છતાં સારી સુવિધા મળતી નથી તેથી તમારે અગાઉથી જ ઓનલાઈન હોટલ બુકીંગનો આગ્રહ રાખવો જોઈએ. બુકીંગ માટે થોડી વેબસાઇટ્સ તપાસ્યા પછી જ હોટેલ બુક કરો. આ સિવાય જો તમે મિત્રો સાથે જઈ રહ્યા છો અને તમારું બજેટ ઓછું છે, તો તમે હોસ્ટેલ અથવા જોસ્ટલમાં પણ રહી શકો છો.
ઑફ સિઝન - મોટાંભાગના લોકો ઉનાળામાં ફરવાં જવા માટે હિલ સ્ટેશન જ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, તમે ઑફ-સિઝનમાં અહીં જઈ શકો છો કારણ કે આમ કરવાથી તમને ખૂબ જ ઓછા પૈસામાં સારી સુવિધા મળી જશે અને તમારી ટ્રીપ પણ સસ્તી થશે.
ઘરેથી એક ટાઇમનું ભોજન લો - જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો, ત્યારે એક ટાઇમનું જમવાનું ચોક્કસપણે પેક કરો. ખાસ કરીને નાના બાળકો સાથે હોય ત્યારે તેમના હેલ્થ માટે આવું કરવાથી તમાર પૈસાની બચત પણ થશે અને મુસાફરીમાં બહારનું બિન આરોગ્યપ્રદ ખાવાનું ખાવાનું ટાળી શકાશે.
ફ્લાઈટ બુકિંગ - જો તમે ફ્લાઈટ દ્વારા જઈ રહ્યા છો, તો ઓછામાં ઓછા 45 દિવસ પહેલા ટિકિટ બુક કરવાનો આગ્રહ રાખો, જેથી તમારે વધારે પૈસા ચૂકવવા પડશે નહીં.

અગત્યની વસ્તુઓ સાથે રાખો- ઘણી વાર ચાર્જર,દવાઓ,કપડાં જેવી વસ્તુઓ ભૂલી જતાં હોઇએ છીએ. આવી નાનીનાની વસ્તુઓ માટે ફરવાનાં સેથળે મજબૂરીથી મોં માંગ્યા પૈસા આપવા પડે છે. તેથી હંમેશા તમારી જરુરિયાતની વસ્તુઓનું લિસ્ટ બનાવી તે મુજબ પેકીંગ કરવું જોઇએ. 

આ પણ વાંચો- શું તમે રજાઓમાં પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઈવિંગનો આનંદ માણવા માંગો છો? તો આ છે શ્રેષ્ઠ સ્થળો
Tags :
BudgetTripgoodandcheaptripGujaratFirstTravellingTipsTripPlaningVacationPlaning
Next Article