Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિંમત હોય તો કાશ્મીરમાં જઇને હનુમાન ચાલીસા કરો: ઉદ્ધવ ઠાકરે, જાણો નૂપુર શર્મા અંગે શું કહ્યું?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ઔરંગાબાદના સંભાજીનગરમાં એક જાહેરસભાાને સંબોધિત કરી. જે દરમિાયાન તેમણે વિવિધ મુદ્દાઓને લઇને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા છે. કાશ્મીરી પંડિતોના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસે પલાયન કરવા સિવાય કોઇ રસ્તો નથી. આ સિવાય હનુમાન ચાલીસાના મુદ્દે એવું કહ્યું કે હિંમત હોય તો કાશ્મીરમાં જઇને હનુમાન ચાલીસા કરી બતાવો. સાથ
હિંમત હોય તો કાશ્મીરમાં જઇને હનુમાન ચાલીસા કરો  ઉદ્ધવ ઠાકરે  જાણો નૂપુર શર્મા અંગે શું કહ્યું
Advertisement
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ઔરંગાબાદના સંભાજીનગરમાં એક જાહેરસભાાને સંબોધિત કરી. જે દરમિાયાન તેમણે વિવિધ મુદ્દાઓને લઇને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા છે. કાશ્મીરી પંડિતોના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસે પલાયન કરવા સિવાય કોઇ રસ્તો નથી. આ સિવાય હનુમાન ચાલીસાના મુદ્દે એવું કહ્યું કે હિંમત હોય તો કાશ્મીરમાં જઇને હનુમાન ચાલીસા કરી બતાવો. સાથે જ બાલા સાહેબ ઠાકરેને પણ યાદ કર્યા. 
ભાજપ રાજ્યમાં સત્તાથી બહાર હોવાના લીધે બેચેન 
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હિન્દુત્વ અમારો શ્વાસ છે. હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ પણ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું કે ખોટું બોલવું એ અમારું હિન્દુત્વ નથી. થોડા દિવસો પહેલા ઔરંગાબાદમાં ભાજપે જલ આક્રોશ રેલી કાઠી હતી. હું તમને જણાવવા માંગુ છું કે ભાજપ રાજ્યમાં સત્તાથી બહાર હોવાના કારણે બેચેન છે. તેથી જ આ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકરેએ કહ્યું કે તેઓ ઔરંગાબાદમાં પીવાના પાણીની સમસ્યાને વહેલી તકે હલ કરવાનો પ્રયાસ કરશે. 
ઔરંગાબાદનું નામ બદવામાં આવશે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ આ શહેરનું નામ બદલીને સંભાજી નગર કરવાની વાત કરી રહ્યા છે. બાળાસાહેબ ઠાકરેએ તેની જાહેરાત કરી હતી અને હું આ વચન પૂરું કરીશ. આ શહેરના એરપોર્ટનું નામ છત્રપતિ સંભાજી મહારાજ રાખવા માટે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. હવે તેને પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
હિંમત હોય તો કાશ્મીરમાં હનુમાન ચાલીસા વાંચો
કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કરતા સીએમ ઠાકરેએ કહ્યું કે તેમની પાસે કાશ્મીર ખીણ છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી અને ભાજપ ચુપ બેઠું છે. ઉદ્ધવ ઠાકરેએ હનુમાન ચાલીસાનો મુદ્દો ઉઠાવનારાઓને કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો તમે કાશ્મીર જાઓ અને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઉલ્લેખનીય છે કે આ વાત સાંસદ નવનીત રાણા અને તેમના પતિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી હતી.
બાળાસાહેબે મુસ્લિમો પ્રત્યે નફરત શીખવી ન હતી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ આ દેશના મુસ્લિમોને ક્યારેય નફરત નથી કરી. તેમણે આપણને એ જ વિચારો આપ્યા છે, જે છત્રપતિ શિવાજી મહારાજના સિદ્ધાંતો છે, જેમણે તે શાસન દરમિયાન કુરાનનું સન્માન કર્યું હતું. અમે અન્ય ધર્મોને નફરત કરવાનું શીખ્યા નથી. બાળાસાહેબ કહેતા હતા કે પોતાનો ધર્મ ઘરમાં રાખવો જોઈએ, જો કોઈ તેના ધર્મની કટ્ટરતાના નામે હુમલો કરશે તો તે તેને છોડશે નહીં. નુપુર શર્માના વિવાદ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જ્યારે ભાજપે ભૂલ કરી છે તો દેશે શા માટે માફી માંગવી જોઈએ? ભાજપના નેતાઓ બેલગામ નિવેદનો આપતા ફરે છે.
Tags :
Advertisement

.

×