IMD એ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
- IMD એ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી
- દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારેથી અતિભારે વરસાદ
- દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની સંભાવના
- ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભાર વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખવા સૂચના આપી છે.
Advertisement


