ઇમરાન ખાનની ક્રિકેટના મેદાનથી સંસદ સુધીની સફર, ક્રિકેટની રમતમાં સફળ પણ રાજરમતમાં?
પાકિસ્તાન ક્રિકેટ ટીમના 10 વર્ષ સુધી કેપ્ટન રહેનાર અને વર્લ્ડ કપ જીતના હીરો ઈમરાન ખાન રાજનીતિના કેપ્ટન તરીકે નિષ્ફળ નીવડ્યા. પાકિસ્તાનની સંસદમાં તેમની સામે અવિશ્વાસની દરખાસમાં ઈમરાનના વિરુદ્ધમાં 174 મત પડ્યા અને ક્રિકેટની રમતનો હીરો રાજરમતમાં ઝીરો બની ગયો છે.લગભગ ચાર દાયકા પહેલા જ્યારે બોલ ટેમ્પરિંગ સામાન્ય હતું ત્યારે કોઈપણ બેટ્સમેન માટે ઈમરાન ખાનના બોલને સ્પર્શ કરવો સરળ à
Advertisement
પાકિસ્તાન ક્રિકેટ ટીમના 10 વર્ષ સુધી કેપ્ટન રહેનાર અને વર્લ્ડ કપ જીતના હીરો ઈમરાન ખાન રાજનીતિના કેપ્ટન તરીકે નિષ્ફળ નીવડ્યા. પાકિસ્તાનની સંસદમાં તેમની સામે અવિશ્વાસની દરખાસમાં ઈમરાનના વિરુદ્ધમાં 174 મત પડ્યા અને ક્રિકેટની રમતનો હીરો રાજરમતમાં ઝીરો બની ગયો છે.
લગભગ ચાર દાયકા પહેલા જ્યારે બોલ ટેમ્પરિંગ સામાન્ય હતું ત્યારે કોઈપણ બેટ્સમેન માટે ઈમરાન ખાનના બોલને સ્પર્શ કરવો સરળ ન હતું. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે ઈમરાન ખાને બોલ સાથે છેડછાડ કરી હતી. જો કે, આ વખતે તેમને સુપ્રીમ કોર્ટે રોક્યા હતા અને સજા તરીકે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો આદેશ આપ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે મતદાન થયું અને એ સ્પષ્ટ થઈ ગયું કે ઈમરાન પાકિસ્તાનના બાકીના વડાપ્રધાનોની જેમ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. જોકે, ઈમરાન સ્પષ્ટપણે કહે છે કે તે સરકારમાં રહે કે ન રહે, તે લોકો પર પ્રભાવ પાડવા માટે રાજકારણમાં રહેશે. આ સાથે તેણે કહ્યું કે - હું છેલ્લા બોલ સુધી રમીશ.
10 વર્ષ માટે કેપ્ટન
ઈમરાન ખાન 10 વર્ષ સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેમની કપ્તાનીમાં પાકિસ્તાને 48 ટેસ્ટ મેચ રમી હતી. 14 મેચ જીતી, 8માં હાર અને 26 મેચ ડ્રો રહી. આ સિવાય તેણે 139 ODI મેચ રમી છે. જેમાં પાકિસ્તાને 77 મેચ જીતી, 57 મેચમાં તેની ટીમ હારી. ઈમરાન ખાન 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમના કેપ્ટન પણ હતા.
ઇમરાન ખાનની સફર
- 1952 - લાહોરમાં પશ્તુન પરિવારમાં જન્મ
- 1971 - ટેસ્ટ મેચમાં ડેબ્યુ
- 1974- ODIમાં ડેબ્યુ
- 1982 - પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા
- 1992- વર્લ્ડ કપ વિજેતા ટીમનો હીરો હતો
- 1996- પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીની સ્થાપના કરી
- 2002 - પરવેશ મુશર્રફના લશ્કરી શાસન દરમિયાન યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પીટીઆઈએ પ્રથમ અને એકમાત્ર બેઠક જીતી
- 2010 - ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ
- 2018- પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.
પાકિસ્તામાં કોઈ વડાપ્રધાને કાર્યકાળ નથી કર્યો પૂર્ણ
પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે. આ વખતે ન તો વડાપ્રધાને રાજીનામું આપ્યું કે ન તો તેમને સેના દ્વારા સત્તામાંથી બહાર કાઢવામાં આવ્યા. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વડાપ્રધાન અને તેમની સરકારને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવી હોય. શનિવારે મોડી રાત્રે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારમાં અવિશ્વાસ વ્યક્ત કરતા નેશનલ એસેમ્બલીએ વોટિંગ કરીને તેને હટાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાને પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. ઈમરાન ખાને પણ પોતાનો કાર્યકાળ પૂરો થતાં પહેલા જ પદ છોડવું પડ્યું છે.


