ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઈમરાન ખાન ફરી ઉતર્યા મેદાનમાં, સરકારને કહ્યું – જંગ શરૂ, ઈસ્લામાબાદમાં મોટી રેલીનું કર્યું એલાન

પાકિસ્તાનમાં રાજનીતિમાં મોટો ખળભળાટ મચી ગયો છે. તેમ છતા હજુ પણ મોટી ગડમથલ ચાલી રહી છે. ઈમરાન ખાન સરકારને હટાવીને શાહબાઝ શરીફે પોતાની સરકાર બનાવી લીધી છે. પરંતુ ઈમરાન ખાન છે કે લડી લેવાના મૂડમાં છે. પાકિસ્તાનની રાજનીતિમાં ખળભળાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈમરાન સરકારના પતન પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઓ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. શાહબાઝ શરà
06:59 PM Apr 30, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનમાં રાજનીતિમાં મોટો ખળભળાટ મચી ગયો છે. તેમ છતા હજુ પણ મોટી ગડમથલ ચાલી રહી છે. ઈમરાન ખાન સરકારને હટાવીને શાહબાઝ શરીફે પોતાની સરકાર બનાવી લીધી છે. પરંતુ ઈમરાન ખાન છે કે લડી લેવાના મૂડમાં છે. પાકિસ્તાનની રાજનીતિમાં ખળભળાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈમરાન સરકારના પતન પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઓ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. શાહબાઝ શરà

પાકિસ્તાનમાં રાજનીતિમાં મોટો ખળભળાટ મચી ગયો છે. તેમ
છતા હજુ પણ મોટી ગડમથલ ચાલી રહી છે. ઈમરાન ખાન સરકારને હટાવીને શાહબાઝ શરીફે પોતાની
સરકાર બનાવી લીધી છે. પરંતુ ઈમરાન ખાન છે કે લડી લેવાના મૂડમાં છે.
પાકિસ્તાનની રાજનીતિમાં ખળભળાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઈમરાન
સરકારના પતન પછી
પાકિસ્તાનના
ભૂતપૂર્વ પીએમ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઓ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.
શાહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ મે મહિનામાં સરકાર વિરોધી ઈસ્લામાબાદ તરફ લાંબી માર્ચ
કાઢશે. ઈમરાને શરીફ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યું કે અમે પાછળ હટીશું
નહીં.કે નહીં હાર માનીએ.


પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન જ્યારથી તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ
લાવવામાં આવ્યો ત્યારથી કહી રહ્યા છે કે સરકારને તોડવા માટે વિદેશી ષડયંત્ર
રચવામાં આવ્યું છે અને પાકિસ્તાનના કેટલાક લોકો વિદેશી શક્તિઓના હાથની કઠપૂતળી
બનીને રહી ગયા છે. ઈમરાને અમેરિકા પર સરકાર પડાવવાનો આરોપ લગાવ્યો હતો. હાલની નવી સરકાર
વિરુદ્ધ સ્ટેન્ડ લેતા ઈમરાને મોટી રેલીઓનું એલાન કર્યું છે. પૂર્વ પીએમ ઈમરાન ખાને
આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનની રાજનીતિમાં વિદેશી હસ્તક્ષેપ છે. પાકિસ્તાનના
કેટલાક લોકો વિદેશી શક્તિઓના સંપર્કમાં છે અને તેઓ વિદેશીઓ પાસેથી મોટી રકમ મેળવી
રહ્યા છે.


ઈમરાન ખાને કહ્યું કે જનતાને આ વાતનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે. લોકો
સરકારમાં પરિવર્તન ઈચ્છે છે. ઈમરાન ખાનની પાર્ટી મેના છેલ્લા સપ્તાહમાં સરકાર
વિરોધી માર્ચ કાઢી શકે છે
. પરંતુ હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ઈમરાને કહ્યું કે
લોકો દેશદ્રોહીઓથી નારાજ છે અને તાત્કાલિક ન્યાય ઈચ્છે છે
. તેથી અમે દેશદ્રોહીઓ વિરુદ્ધ લોકો સાથે
એક થઈશું. બીજી તરફ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિનું કહેવું છે કે ઈમરાન
સરકાર વિરુદ્ધ કોઈ વિદેશી ષડયંત્રના કોઈ પુરાવા નથી. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ
વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને દેશભરમાં અમેરિકા વિરુદ્ધ પ્રદર્શનો કર્યા છે.

 

ઈમરાન ખાને એક વીડિયો સંદેશ જારી કરીને પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ
પાર્ટીના કાર્યકરો અને પાકિસ્તાનના લોકોને તેમના દેશના અપમાનનો વિરોધ કરવા
ઈસ્લામાબાદ તરફ કૂચ કરવાની અપીલ કરી છે. પીટીઆઈ દ્વારા ટૂંક સમયમાં મોટી રેલીનો
સંકેત આપવામાં આવ્યો છે. ઈમરાને પેશાવર
, કરાચી અને
લાહોરમાં ત્રણ મોટી રેલીઓ યોજીને મોટી રેલીના સંકેત આપ્યા છે. ઈમરાન નવી સરકાર
વિરુદ્ધ લોંગ માર્ચ કાઢવાની અને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવા દબાણ કરવાની યોજના
બનાવી રહ્યા છે.

Tags :
GujaratFirstImranKhanPakistanShahbazSharif
Next Article