ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

56 વર્ષમાં શિવસેનાના ઘણી વાર ચૂંટણી ચિન્હ બદલાયા, જાણો રસપ્રદ ઇતિહાસ

મહારાષ્ટ્ર(Maharashtra)માં શરૂ થયેલી શિવસેના (Shiv Sena)ની સત્તાની લડાઈ હવે મહત્વના તબક્કામાં  પહોંચી છે. ભારતના ચૂંટણી પંચે (Election Commission) પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ 'ધનુષ્ય-બાણ' ફ્રીઝ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે નવું નામ અને પ્રતીક પસંદ કરવાનો વિકલ્પ છે. જો કે 5 દાયકાથી પણ વધુ જૂના શિવસેનાના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો પાર્ટી અનેક વખત અલગ-અલગ સિà
04:14 AM Oct 09, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્ર(Maharashtra)માં શરૂ થયેલી શિવસેના (Shiv Sena)ની સત્તાની લડાઈ હવે મહત્વના તબક્કામાં  પહોંચી છે. ભારતના ચૂંટણી પંચે (Election Commission) પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ 'ધનુષ્ય-બાણ' ફ્રીઝ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે નવું નામ અને પ્રતીક પસંદ કરવાનો વિકલ્પ છે. જો કે 5 દાયકાથી પણ વધુ જૂના શિવસેનાના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો પાર્ટી અનેક વખત અલગ-અલગ સિà
મહારાષ્ટ્ર(Maharashtra)માં શરૂ થયેલી શિવસેના (Shiv Sena)ની સત્તાની લડાઈ હવે મહત્વના તબક્કામાં  પહોંચી છે. ભારતના ચૂંટણી પંચે (Election Commission) પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ 'ધનુષ્ય-બાણ' ફ્રીઝ કરી દીધું છે. આવી સ્થિતિમાં હવે ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે નવું નામ અને પ્રતીક પસંદ કરવાનો વિકલ્પ છે. જો કે 5 દાયકાથી પણ વધુ જૂના શિવસેનાના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો પાર્ટી અનેક વખત અલગ-અલગ સિમ્બોલ પર ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
શિવસેનાની ચૂંટણી યાત્રામાં અનેક પ્રતીક
શિવસેનાની સ્થાપના દિવંગત બાળ ઠાકરેએ જૂન 1966માં કરી હતી. ત્યારપછી પાર્ટીની ચૂંટણી યાત્રામાં અનેક પ્રતીકો જોવા મળી રહ્યા છે. જેમાં ટ્રેનનું એન્જિન, એક વૃક્ષ અને ઢાલ-તલવારનો સમાવેશ થાય છે. 1989 માં 4 સાંસદો લોકસભામાં પહોંચ્યા પછી પાર્ટીને વર્તમાન 'ધનુષ-તીર' પ્રતીક મળ્યું. જ્યારે પાર્ટીને આ નામ બાળ ઠાકરેના પિતા કેશવ સીતારામ ઠાકરે 'પ્રબોધનકાર' દ્વારા આપવામાં આવ્યું હતું.

ઢાલ તલવાર, રેલવે એન્જિન જેવા ચિન્હ
અહેવાલો અનુસાર, 1966થી અસ્તિત્વમાં આવેલી શિવસેનાએ 1968માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી ત્યારે પાર્ટીનું પ્રતીક ઢાલ અને તલવાર હતું.  1980 ના દાયકામાં પાર્ટીનું રેલવે એન્જિન પ્રતીક ચર્ચામાં રહ્યું. વર્ષ 1978ની ચૂંટણી પાર્ટીએ રેલવે એન્જિનના ચિહ્ન પર લડી હતી.  1985ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારો ટોર્ચ, બેટ-બોલ જેવા પ્રતીકો સાથે મેદાનમાં ઉતર્યા હતા.

 હવે નવું ચિન્હ પસંદ કરવું પડશે
ખાસ વાત એ છે કે ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાર્ટી અંધેરી પૂર્વમાં પેટાચૂંટણીની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં પંચ વતી પાર્ટીનું નામ અને ચિન્હ ફ્રીઝ કરી દેવાથી નવો પડકાર સર્જાય તેમ લાગી રહ્યું છે. હાલમાં પક્ષને અન્ય પ્રતીકો ફાળવવામાં આવશે. બંને પક્ષો કમિશન દ્વારા આપવામાં આવેલા પ્રતીકોમાંથી મનપસંદ ચિન્હ પસંદ કરી શકે છે.

શિવસેનામાં તણાવ ક્યાંથી શરૂ થયો?
શિવસેનાની શરૂઆત 56 વર્ષ પહેલા એટલે કે 1966માં જૂન મહિનામાં થઈ હતી. શિવસેનાએ જૂન 2022માં પણ ભાગલાનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદેના સમર્થનમાં લગભગ 50 ધારાસભ્યોએ ઉદ્ધવને અલવિદા કહી હતી. આ પછી રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડી. બાદમાં શિંદે કેમ્પે ભારતીય જનતા પક્ષની મદદથી સરકાર બનાવી, જેમાં શિંદે સીએમ બન્યા.
 
આ પણ વાંચો--શિવસેનાના ચૂંટણી નિશાન પર રોક લગાવાઈ, કોઈ પણ જુથ નહી કરી શકે ચિન્હનો ઉપયોગ
Tags :
electionsymbolGujaratFirstMaharashtraShivSena
Next Article