ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સપા MLA શાહઝીલ ઈસ્લામના પેટ્રોલ પમ્પ પર ચાલ્યું બુલડોઝર

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકવાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ ડબલ એક્શન મોડમાં છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો અને ગુનાહિત છબી ધરાવતા લોકોની જમીનો પર વહીવટીતંત્રનું બુલડોઝર સતત ચાલુ છે. આ યાદીમાં લેટેસ્ટ નામ બરેલીની ભોજીપુરા વિધાનસભા સીટના સપા ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામનું પણ છે. આજે ગુરુવાર, 07 એપ્રિલના રોજ, બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) સપા ધારાસભ્ય શાહઝીàª
09:33 AM Apr 07, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકવાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ ડબલ એક્શન મોડમાં છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો અને ગુનાહિત છબી ધરાવતા લોકોની જમીનો પર વહીવટીતંત્રનું બુલડોઝર સતત ચાલુ છે. આ યાદીમાં લેટેસ્ટ નામ બરેલીની ભોજીપુરા વિધાનસભા સીટના સપા ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામનું પણ છે. આજે ગુરુવાર, 07 એપ્રિલના રોજ, બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) સપા ધારાસભ્ય શાહઝીàª
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એકવાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ ડબલ એક્શન મોડમાં છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો અને ગુનાહિત છબી ધરાવતા લોકોની જમીનો પર વહીવટીતંત્રનું બુલડોઝર સતત ચાલુ છે. આ યાદીમાં લેટેસ્ટ નામ બરેલીની ભોજીપુરા વિધાનસભા સીટના સપા ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામનું પણ છે. 
આજે ગુરુવાર, 07 એપ્રિલના રોજ, બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) સપા ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામના પેટ્રોલ પમ્પ પર બાંધકામનો નકશો પાસ ન કરવાને કારણે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હાલમાં જ સપા ધારાસભ્યે CM યોગી પર વિવાદિત નિવેદન આપ્યું હતું.

ગુરુવારે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA)એ મોટી કાર્યવાહી કરીને ધારાસભ્ય શાહજીલ ઈસ્લામના પેટ્રોલ પમ્પ પર બુલડોઝર ચલાવી દીધું હતું. આરોપ છે કે, શાહઝીલે આ પેટ્રોલ પમ્પ ગેરકાયદેસર જમીન પર બનાવ્યો છે. મહત્વનું છે કે, ચાર દિવસ પહેલા શહઝીલ ઈસ્લામે એક કાર્યક્રમ દરમિયાન સીધું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. ત્યારે શાહઝીલે કહ્યું હતું કે જો સપા કાર્યકર્તાઓ પર કોઈ અવાજ ઉઠાવશે તો તેનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે.

શાહઝીલ ઈસ્લામના આ નિવેદનના ચાર દિવસ પછી, BDA તેના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પરસાખેડામાં દિલ્હી હાઈવે પર બનેલા પેટ્રોલ પંપ પર આ કાર્યવાહી કરી. BDAના જણાવ્યા અનુસાર આ પેટ્રોલ પમ્પ ગેરકાયદેસર જમીન પર બનેલો છે અને ચાર જેસીબી મશીનની મદદથી આ પેટ્રોલ પમ્પ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરીથી મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે ગેરકાયદે બાંધકામો અને ગુનાહિત છબી ધરાવતા લોકો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રાજ્યમાં થયેલા ગેરકાયદે બાંધકામો પર યોગી આદિત્યનાથનું બુલડોઝર સતત ચાલી રહ્યું છે, જેના કારણે હાલના સપા ધારાસભ્ય શાહઝીલ ઈસ્લામ જેની ઝપટમાં આવી ગયા છે.
Tags :
BulldozerCMYogiGujaratFirstMLAShazilIslamPetrolPumpSPSPLeaderSPNetaUP
Next Article