ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreliના બાબરામાં અંધશ્રદ્ધામાં કાળી ચૌદશે સંતાન પ્રાપ્તિ માટે પશુની બલી

અમરેલીના બાબરામાં કાળી ચૌદશે માનતાના નામે નિર્દોષ પશુની બલી ચઢાવાઇ છે. પશુની બલી ચઢાવાતી હતી ત્યારે જ વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકી હતી અને ભુવા તથા તેના સાગરીતોને ઝડપી લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ...
04:49 PM Nov 11, 2023 IST | Hiren Dave
અમરેલીના બાબરામાં કાળી ચૌદશે માનતાના નામે નિર્દોષ પશુની બલી ચઢાવાઇ છે. પશુની બલી ચઢાવાતી હતી ત્યારે જ વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકી હતી અને ભુવા તથા તેના સાગરીતોને ઝડપી લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ...

અમરેલીના બાબરામાં કાળી ચૌદશે માનતાના નામે નિર્દોષ પશુની બલી ચઢાવાઇ છે. પશુની બલી ચઢાવાતી હતી ત્યારે જ વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકી હતી અને ભુવા તથા તેના સાગરીતોને ઝડપી લીધા હતા. વિજ્ઞાન જાથાના કાર્યકરો અને પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ મચી ગઇ હતી.બાબરાના વાલ્મિકી વાસમાં ભુવા રમેશભાઈ વાડોદરા અને તેના સાગરિતો અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવા નામના ત્રણ શખ્સો કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસે ચારેયની અટક કરી છે. કાળી ચૌદસને દિવસે જ માનતાના નામે બે પશુની બલી ચડવાની  હતી અને તેમાં બે પશુઓ સમયસર આવી ગયા હતા અને 11 પશુ રસ્તામાં હતા તે દરમિયાન ભુવાએ ઝડપથી વિધિ-વિધાન કરી 2 પશુની બલી ચડાવી હતી અને લોહીનો છંટકાવ કરી અને માતાજીને પ્રસન્ન કરવા રમેશ ભુવા એ ધુણીને માનતા પૂરી થઈ છે તેઓ સુર વ્યક્ત કર્યો હતો.

Tags :
AmrelibabraGujaratFirstKaliChaudasNarakChaturdashiPoojaSuperstition
Next Article