ભરૂચમાં એમ્બ્યુલન્સ ચાલકે રાહદારીને ઉડાવ્યો
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ઢાલથી પાંચબત્તી સુધી જાહેર માર્ગ ઉપર બમ્પનો અભાવ હોવાના કારણે વાહનચાલકોની ગતિ ફુલ સ્પીડે હોય છે જેના કારણે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ભરુચમાં વધુ એક એમ્બ્યુલન્સ ચાલકે રાહદારીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાંચબત્તીથી ઢાલ સુàª
07:39 AM Jun 21, 2022 IST
|
Vipul Pandya
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ઢાલથી પાંચબત્તી સુધી જાહેર માર્ગ ઉપર બમ્પનો અભાવ હોવાના કારણે વાહનચાલકોની ગતિ ફુલ સ્પીડે હોય છે જેના કારણે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ભરુચમાં વધુ એક એમ્બ્યુલન્સ ચાલકે રાહદારીને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાંચબત્તીથી ઢાલ સુધીના માર્ગ ઉપર બમ્પનો અભાવ હોવાના કારણે વાહનચાલકો ફુલ સ્પીડે પોતાનું વાહન હંકારી રહ્યાં છે આ સમગ્ર માર્ગ ઉપર સ્કૂલો પણ આવેલી છે અને આજુબાજુના રહેણાંક વિસ્તાર હોવાના કારણે કેટલાય રાહદારીઓ રોડ પર ક્રોસ કરી રહ્યા છે. ફૂલ સ્પીડે આવતા વાહનચાલકો રાહદારીઓને અડફેટે લઇ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ભરૂચના ભારતી પેટ્રોલ પંપ નજીક વસંત મિલની ચાલ વિસ્તારમાંથી વિશાલ ગોહીલ નામનો વ્યક્તિ રોડ ક્રોસ કરી ભારતી પેટ્રોલ પમ્પ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પૂરઝડપે આવેલા એમ્બ્યુલન્સ ચાલકે રાહદારી વિશાલ ગોહીલને અડફેટે લઇ લીધો હતો. આ ઘટના ભારતી પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.
વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે લગાવેલા પોલીસના સેફ એન્ડ સિક્યોરના સીસીટીવી કેમેરામાં આ સંપૂર્ણ ઘટના કેદ થઈ છે. એમ્બ્યુલન્સના ગાડીના નંબરના આધારે પોલીસ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી ઇજાગ્રસ્તના પરિવારો માંગ કરી રહ્યા છે.
Next Article