ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌથી મોટું ટ્રાન્સપોર્ટનગર ધરાવતા ગાંધીધામમાં બાયો ડિઝલના ઉપયોગનો ધંધો ફુલ્યોફાલ્યો

કચ્છમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટનગર ધરાવતા ગાંધીધામમાં  ટ્રકમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલના ઉપયોગનો ધંધો ફુલ્યોફાલ્યો છે. પોલીસના મીલીભગતના આક્ષેપ ધરાવતા આ ધંધામાં  કયારેક પોલીસ કાર્યવાહી બતાવતી પણ હોય છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે લાંબા સમય પછી  ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાલુકામા મીઠીરોહર ગામમાંથી રૂ 10 લાખની કિંમતના 18 હજાર લિટર બાયો ડિઝલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા છે. 8400 લીટર બાયà«
02:49 PM Dec 29, 2022 IST | Vipul Pandya
કચ્છમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટનગર ધરાવતા ગાંધીધામમાં  ટ્રકમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલના ઉપયોગનો ધંધો ફુલ્યોફાલ્યો છે. પોલીસના મીલીભગતના આક્ષેપ ધરાવતા આ ધંધામાં  કયારેક પોલીસ કાર્યવાહી બતાવતી પણ હોય છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે લાંબા સમય પછી  ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાલુકામા મીઠીરોહર ગામમાંથી રૂ 10 લાખની કિંમતના 18 હજાર લિટર બાયો ડિઝલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા છે. 8400 લીટર બાયà«
કચ્છમાં સૌથી મોટું ટ્રાન્સપોર્ટનગર ધરાવતા ગાંધીધામમાં  ટ્રકમાં ગેરકાયદેસર રીતે બાયો ડિઝલના ઉપયોગનો ધંધો ફુલ્યોફાલ્યો છે. પોલીસના મીલીભગતના આક્ષેપ ધરાવતા આ ધંધામાં  કયારેક પોલીસ કાર્યવાહી બતાવતી પણ હોય છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે લાંબા સમય પછી  ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાલુકામા મીઠીરોહર ગામમાંથી રૂ 10 લાખની કિંમતના 18 હજાર લિટર બાયો ડિઝલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા છે. 
8400 લીટર બાયો ડિઝલ ઝડપાયું
પોલીસની સત્તાવાર વિગતો મુજબ  મીઢીરોહર ગામની સીમમાં આવેલા  સર્વે નંબર 288ના દુકાન નંબર 10 પાસે ઉષા પેટ્રોલપંપ નજીકથી પોલીસે શંકાસ્પદ ટેન્કર નંબર જીજે 12 એટી 8429ને ઝડપી પાડયું હતું. આ ઉપરાંત  દુકામમાંથી તેલ ભરેલા કેરબા કબ્જે લેવાયા હતા. ટેન્કરમાંથી 10.350 લિટર જયારે કરેબામાથી 8400 લીટર બાયો ડિઝલ કબ્જે લેવાયું હુતું. તમામ મુદામાલ કુલ રૂ. 2 લાખ 36 હજારનો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. પોલીસે આ સાથે બાયો ડિઝલનો વેપલો કરતા આરોપી રામ સત્યાનારાયણ યાદવ, રે ઉતરપ્રદેશ.  ભરત લાલભાઈ ચૌધરી રે. પાટણ,  સમંદરસિંગ નરપચસિંગ રાજપુત  રે. રાજસ્થાન,  અને સુશિલ દેવીલાલ ગોયલને ઝડપી પાડયા છે.
અગાઉ પણ ઝડપાયું
મળતી વિગતો મુજબ આ સંગ્રમ કારોબાર સુશિલ ગોયલ ચલાવતો હતો અને બાયો ડિઝલના જથ્થાનું વેચાણ અને દુકાન  ભરત ચૌધરી ચલાવતો હતો. આરોપી સમંદરસિંગ આ ગેંગનો માણસ છે. આ ઉપરાંત દરોડામાં પોલીસે જેમાથી બાયો ડિઝલ કબ્જે કર્યું છે. તે  અગાઉ પણ ઝડપાયું છે અને તેને આરોપીઓએ કોર્ટમાંથી છોડાવી લીધું છે. આરોપી સુશિલ સામે અંજાર પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયેલો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 7 કેસ, સૌથી વધુ આ મહાનગર કેસ નોંધાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BioDieselCrimeGandhidhamGujaratFirst
Next Article