Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જહાંગીરપુરીમાં એકવાર ફરી સ્થિતિ ખરાબ, પોલીસ ટીમ પર થયો પથ્થરમારો

રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં એક મહિલાની પૂછપરછ કરી રહી હતી, તે દરમિયાન સ્થિતિ વધુ વણસી અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો.સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં એક આરોપીને પકડવા ગઇ હતી, ત્યારબાદ તેના પર ઘરની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પરિસ્થà
જહાંગીરપુરીમાં એકવાર ફરી સ્થિતિ ખરાબ  પોલીસ ટીમ પર થયો પથ્થરમારો
Advertisement
રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં એક મહિલાની પૂછપરછ કરી રહી હતી, તે દરમિયાન સ્થિતિ વધુ વણસી અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં એક આરોપીને પકડવા ગઇ હતી, ત્યારબાદ તેના પર ઘરની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી છે અને પથ્થરમારો બંધ થઇ ગયો છે. જોકે, આ પથ્થરમારામાં ક્રાઇમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર સતેન્દ્ર ખારીને પગમાં ઈજા થઇ હતી. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ મીડિયા સામે આવીને આ મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, શનિવારે સાંજે જહાંગીરપુરીમાં થયેલી હિંસામાં 23 લોકોમાં "બંને સમુદાયો" ના લોકો સામેલ હતા, જેમાં આઠ પોલીસકર્મીઓ અને એક નાગરિક ઘાયલ થયા હતા.

રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, "23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ બંને સમુદાયના છે. જે પણ દોષિત જણાશે તેની સામે પગલાં લેવામાં આવશે, પછી ભલે તે કોઇ પણ વર્ગ, સંપ્રદાય, સમુદાય અને ધર્મના હોય." "ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ચાર ફોરેન્સિક ટીમોએ આજે ​​ગુનાના સ્થળોની મુલાકાત લીધી હતી અને નમૂનાઓ એકત્ર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું, CCTV ફૂટેજ અને ડિજિટલ મીડિયાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે."
Advertisement
Tags :
Advertisement

.

×