Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કૃષ્ણનગરમાં પરિણીત મહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા

શહેરમાં મહિલાઓની છેડતીના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ આ પ્રકારની કોઇને કોઇ ઘટના સામે આવી રહી છે. તેવામાં આ પ્રકારનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત માહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા હતા. ત્યારબાદ પરિણીતાએ જ્યારે આવું કરવાની ના પાડતા યુવકે ગંદી ગાળો આપી હતી. જે મામલે મહિલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અમદાવાદ પà
કૃષ્ણનગરમાં પરિણીત મહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા
Advertisement
શહેરમાં મહિલાઓની છેડતીના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ આ પ્રકારની કોઇને કોઇ ઘટના સામે આવી રહી છે. તેવામાં આ પ્રકારનો વધારે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત માહિલાને પડોશમાં રહેતા યુવકે પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કર્યા હતા. ત્યારબાદ પરિણીતાએ જ્યારે આવું કરવાની ના પાડતા યુવકે ગંદી ગાળો આપી હતી. જે મામલે મહિલાએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અમદાવાદ પૂર્વના કૃષ્ણનગરની છે. કૃષ્ણનગરમાં 30 વર્ષીય મહિલા પતિ અને તેના 2 બાળકો સાથે રહે છે. સાંજે મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે પડોશમાં રહેતા અનિલ શર્મા નામના યુવકે મહિલાને જોઈને પેન્ટની ચેન ખોલી હતી. સાથે જ મહિલાને બીભત્સ ઈશારા પણ કર્યા હતા. જ્યારે મહિલાએ અનિલને આવું કરવાની ના પાડી તો અનિલ ઉશ્કેરાઈ ગયો અને મહિલાને ગાળો આપવા લાગ્યો.
માત્ર આટલું જ નહીં પણ મહિલાને હાથ પકડીને ખેંચવા લાગ્યો હતો. જેથી મહિલાએ બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાએ તરત 100 નંબર પર ફોન કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં પણ એક યુવક મહિલાના ઘર પાસે આવીને આ રીતે બીભત્સ ચેનચાળા કરી રહ્યો જતો જે મામલે મહિલાએ  ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા જો આવા કેસમં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે તો આરોપીઓને તેમાંથી સબક મળશે.
Tags :
Advertisement

.

×