ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટમાં ઢોંગી ભુવાએ પડાવ્યા રૂ.1.30 લાખ, વિજ્ઞાન જાથાએ કરી ફરિયાદ

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટના ન્યારા ગામના ભુવા એ પરિવાર સાથે છેતરપિંડી થયા વિજ્ઞાન જથ્થા ની મદદ લીધી અને વિજ્ઞાન જથ્થા એ પરિવાર ને સાથે રાખી ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં 1.30 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે....
11:06 AM Apr 27, 2023 IST | Hiren Dave
અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટના ન્યારા ગામના ભુવા એ પરિવાર સાથે છેતરપિંડી થયા વિજ્ઞાન જથ્થા ની મદદ લીધી અને વિજ્ઞાન જથ્થા એ પરિવાર ને સાથે રાખી ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં 1.30 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે....

અહેવાલ - રહીમ લાખાણી, રાજકોટ 

રાજકોટના ન્યારા ગામના ભુવા એ પરિવાર સાથે છેતરપિંડી થયા વિજ્ઞાન જથ્થા ની મદદ લીધી અને વિજ્ઞાન જથ્થા એ પરિવાર ને સાથે રાખી ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં 1.30 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કાંગસિયાળી ગામના દંપતીના લગ્ન જીવનને 10 વર્ષનો સમય વીતી ગયા પછી પણ ગર્ભમાં રહેલું સંતાન અવિકસિત હોવાથી ડોક્ટરે ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી હતી. જોકે દંપતી ડોક્ટરની સલાહ માનવને બદલે ભુવાના શરણે પહોંચ્યું હતું. ભુવાએ ગર્ભમાં સુરક્ષા કવચ આપવાનું કહીને કટકે કટકે 1.30 લાખ રૂપિયા ખંખેરી નાખ્યા હતા. અંતે બાળકનો જન્મ થયો ત્યારે દિવ્યાંગ જ જન્મ લીધો હતો. જેથી વિજ્ઞાન જાથા પાસે ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

 

ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, કાંગસિયાળી ગામના બકુલ હસમુખભાઈ ચાવડા વિજ્ઞાન જાથાની ઓફિસે આવ્યા હતા. તેને જણાવ્યું હતું કે, અમારા લગ્ન વર્ષ ૨૦૧૩ જાન્યુઆરી ૨૩ ના રોજ હિન્દુ વિધિથી રાજકોટ થયા હતા. અમોને દસ વર્ષથી સંતાન હતું નહિ, સંતાન માટે અમોએ દવા શરૂ કરી હતી, તે દરમ્યાન ન્યારા ગામના ભુવો મોહનનો સંપર્ક થયો હતો. મારી પત્નિ ભારતી પ્રેગ્નેસી પિરીયડમાં હતી. અમોને ડોકટ૨ે સલાહ આપી કે ગર્ભનું બાળક અવિકસીત-અપંગ, વિકલાંગ હોય દૂર કરવું હિતાવહ છે. ત્યાર બાદ બીજા બે ડોકટરોએ પણ વિકલાંગ બાળક હોય દૂર કરવા સલાહ આપી હતી. તે દરમ્યાન ૧૦ વર્ષ બાદ બાળક ગર્ભમાં હોય અમોએ ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતા. તેને ધૂણીને, દાણા આપી જણાવ્યું કે અંદર ગર્ભનું બાળકને દૂર કરશો નિહ, ડોકટરો ખોટા બોલે છે, તેની કોઈ ચાલ લાગે છે. ગર્ભ આસપાસ હું સુરયા ચક્ર મુકી દઈશ બાળક તંદુરસ્ત જ આવી, ચિંતા કરશો નહિ. માંડવો, તાવો, મંદિર કરવું છે તે નામે રૂપિયાની માંગણી કરે છે. અમોએ આજ દિન સુધીમાં એક લાખ ત્રીસ હજાર આપ્યા છે. અમે ભુવાની વાતમાં આવી ગયા. ડોકટરની સલાહ માની નહિ. ભુવાના કહેવાથી પુત્રનો જન્મ થયો ને કાચની ખોટ સાથે માનસિક અપંગ આવ્યો, જન્મથી આજ દિન સુધી અપંગ હોય પોતાની જાતે કંઈ કરી શકે તેમ નથી કે હલન-ચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી.

માતા-પિતા અને બાળક હેરાન !
બાળકના જન્મથી પતિ-પત્નિ દિવસ-રાત દેખરેખ રાખીએ છીએ. વારાફરતી સુઈએ છીએ. ભુવાએ વિશ્વાસઘાત કરી અમારી સાથે છેતરપિંડી કરી છે. અમોએ કીધું કે રૂપિયા પરત આપો તો ધાક-ધમકી આપે છે. મારી દયા થી પત્ર આવ્યો છે. હવે જિંદગીમાં ક્યારેય સંતાન નહિ થાય. અમોને મારી નાખવાની વારંવાર ધમકીઓ આપે છે.

ભુવાની લાલચ
બે વર્ષમાં બાળક સાજો થઈ જરી નહિ તો મારું ડોકું કાપી માતાજી પાસે મુકી દઈશ. રૂપિયા આપતો નથી, ગલ્લા-તલ્લા કરે છે. ભવા મોહને અમોને હેરાન-પરેશાન કરી નાખ્યા છે. અમોએ વિજ્ઞાન જીયાની મદદ લેવાનું નક્કી કર્યું. ભવિષ્યમાં બીજા છેતરાય નહિ, અમારા જેવી ભુલ ન કરે તે હકિકત જાપાની ઓફિસે આવી આપવીતી જણાવી હતી. જાથાએ પોલીસ તંત્રને જાણ કરવી, જરૂરી ફરિયાદ કરવા સલાહ આપી હતી. ભુવા મોહને અમારી પાસે એક વર્ષ દરમ્યાન કટકે કટકે રૂ. ૧,૩૦,૦૦૦  લીધા છે. ભુવો રૂપિયા પડાવવાનો ધંધો કરે છે. ખોટી સલાહ આપે છે. અમારું અપંગ બાળક આવ્યું છે. અત્યારે પસ્તાવો થાય છે. ડોકટરની સલાહ સાચી હતી.

ભુવાના ઘરમાં શું હતું ?
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ઘરમાં ત્રણ માતાજીનું સ્થાનક છે, ત્યાં જોવાનું કામ કરે છે. દુઃખી લોકો આવે ત્યારે પૂછીને દાણા આપી સમસ્યાનું નિરાકરણ કરે છે, સરકાર ભુવાને નશ્યત આપે. ધોરણસરની અમારી ફરિયાદ નોંધી, રીમાન્ડ માંગી બીજાને છેતરે નહિ તેવો દાખલો બેસાડવા વિનંતી કરું છું. આ ભુવો ધતિંગ કરી રૂપિયા પડાવે છે, પૂર્યું છે, મોટેથી અવાજ કાઢી ડરાવે છે, તેના શરીરમાં ત્રણ માતા આવે છે. તંત્રવિદ્યાના નામે લોકોને ડરાવે છે. મંત્રથી મારી નાખવાની ધમકી આપે છે.

આ પણ  વાંચો- રાજ્યના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Fraudimpostor BhuwaPolice complaint Vigyan Jatha complainedRAJKOTRs. 1.30 lakhSuperstition
Next Article