ભાજપની ચિંતન શિબિરમાં ચૂંટણીલક્ષી ચિંતન, વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ ગોઠવાશે
અમદાવાદમાં બાવળા ખાતે પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સરકાર અને સંગઠનની કામગીરીના લેખાજોખા રજૂ કરવામાં આવ્યાં હતા.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ ના અધ્યક્ષસ્થાને શરૂ થયેલી ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બી. એલ. સંતોષ, ગુજરાત ના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત 40 જેટલા નેતાઓ બે
01:45 PM May 15, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદમાં બાવળા ખાતે પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સરકાર અને સંગઠનની કામગીરીના લેખાજોખા રજૂ કરવામાં આવ્યાં હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ ના અધ્યક્ષસ્થાને શરૂ થયેલી ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બી. એલ. સંતોષ, ગુજરાત ના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત 40 જેટલા નેતાઓ બે દિવસ માટે વિધાનસભા 2022ની ચૂંટણી સંદર્ભે મનોમંથન કરશે.
પ્રથમ દિવસે નવનિયુક્ત સરકારની કામગીરી નો રિપોર્ટ બેઠકમાં રજૂ કરાયો હતો. કેટલાક મહિના પહેલા જ આ સરકાર રચવામાં આવી છે ત્યારે આ નવતર પ્રયોગ કેટલો સફળ રહ્યો તે અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન તરફથી પણ તેની કામગીરીનો રિપોર્ટ રજૂ કરાયો હતો. ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ છેવાડાના મતદાર સુધી સરકારી યોજનાઓને લઈ જાય અને વધુને વધુ મતદારોને ભાજપ સાથે જોડે તે અંગે ખાસ રણનીતિ ચિંતન શિબિરમાં તૈયાર કરવામાં આવશે.
મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ગુજરાતમાં વિપક્ષ ભાજપને ઘેરી રહ્યો છે ત્યારે વિપક્ષનો સામનો કઈ રીતે કરવો અને સાથો સાથ વિધાનસભા ચૂંટણીમાં કયા પ્રકારના જ્ઞાતિગત સમીકરણો રહેશે તે અંગેની ચર્ચા પણ બે દિવસ દરમિયાન ચિંતન બેઠકમાં કરવામાં આવશે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિ-જાતિના સમિકરણો સૌથી વધુ મહત્વના બનતા હોય છે. આ વખતે દલિત અને આદિવાસી વોટબેંક પર ભાજપની નજર કરી છે તે બાબત સ્પષ્ટ થઈ છે ત્યારે દલિત અને આદિવાસી મતદારોને ભાજપ તરફ આકર્ષવા રણનીતિ ઘડાશે. કોંગ્રેસમાંથી ધારાસભ્યો તોડવાની તળજોડની નીતિ પર પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.
Next Article