વીતેલા 2 વર્ષમાં રાજયમાં હત્યાના 1893 બનાવ બન્યા
'સુરક્ષીત ગુજરાત'ના દાવા વચ્ચે રાજયનાં છેલ્લા બે વર્ષમાં આચરાયેલા ગુનાઓની હકીકતો બહાર આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના ઉત્તરમાં સરકારે આપ્યો જવાબ છે, કે છેલ્લા 2 વર્ષમાં રાજયમાં 1893 હત્યા થઇ છે જયારે 1024 લૂંટના બનાવ બન્યા છે. બે વર્ષમાં 5332 ઘરફોડ ચોરીના બનાવ બન્યા વીતેલા બે વર્ષમાં રાજ્યના 31 જીલ્લાઓમાં 2014 લૂંટ, 1893 હત્યા અને 271 ધાડના બનાવો બન્યા હતા, જયારે ચોરીનà
Advertisement
'સુરક્ષીત ગુજરાત'ના દાવા વચ્ચે રાજયનાં છેલ્લા બે વર્ષમાં આચરાયેલા ગુનાઓની હકીકતો બહાર આવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના ઉત્તરમાં સરકારે આપ્યો જવાબ છે, કે છેલ્લા 2 વર્ષમાં રાજયમાં 1893 હત્યા થઇ છે જયારે 1024 લૂંટના બનાવ બન્યા છે.
બે વર્ષમાં 5332 ઘરફોડ ચોરીના બનાવ બન્યા
વીતેલા બે વર્ષમાં રાજ્યના 31 જીલ્લાઓમાં 2014 લૂંટ, 1893 હત્યા અને 271 ધાડના બનાવો બન્યા હતા, જયારે ચોરીના 18658 બનાવ નોંધાયા હતા. આ ઉપરાંત 3911 બનાવો અપહરણના બન્યા હતા તથા 15146 બનાવો આત્મહત્યાના બન્યા હતા. વીતેલા બે વર્ષમાં રાજ્યના 31 જીલ્લાઓમાં 2014 લૂંટ, 1893 હત્યા અને 271 ધાડના બનાવો બન્યા હતા. ચોરીના 18658 બનાવ નોંધાયા હતા. આ ઉપરાંત 3911 બનાવો અપહરણના બન્યા હતા
તથા 15146 બનાવો આત્મહત્યાના બન્યા હતા. રાજયમાં બે વર્ષમાં 5332 ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા.1844 રાયોટીંગના બનાવ બન્યા હતા. રાજયમાં 25334 આકસ્મીક મૃત્યુના બનાવ બન્યા હતા જયારે 40412 બનાવો અપમૃત્યુના બન્યા હતા. 1679 ઘટનાઓ હત્યાની કોશિશના બન્યા હતા. જો કે આ ઘટનાઓમાં સંડોવાયેલા 2619 આરોપીઓની ધરપકડ હજું બાકી છે.
દર બે દિવસે હત્યાના 5 બનાવ બને છે
રાજયમાં 31 જીલ્લાઓમાં દર બે દિવસે હત્યાના 5 બનાવો નોંધાય છે જયારે અપહરણના 5 બનાવ અને આત્મહત્યાના 41 બનાવ બને છે. આકસ્મીક મૃત્યુના 70 બનાવો, અપમૃત્યુના 110 બનાવ અને ચોરીના 51 બનાવો અને ઘરફોડ ચોરીના 14 બનાવો નોંધાયા છે.
2 વર્ષમાં અમદાવાદમાં 244 હથિયાર પરવાના અપાયા
બીજી તરફ અમદાવાદ શહેરમાં 2020માં 93 લોકોએ હથીયારોના પરવાના માટે મંજુરી માગી હતી જે પૈકી 41 અરજી મંજુર થઇ છે જયારે 52 લોકોની અરજી નામંજુર કરાઇ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સવાલમા સરકારે જવાબ આપ્યો હતો કે વર્ષ 2021માં 379 અરજી આવી હતી, જેમાંથી 203 અરજી મંજુર થઇ હતી અને 176 અરજી
નામંજુર કરાઇ હતી.


