રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 644 કેસ નોંધાયા
રાજ્યમાં ધીરે ધીરે કોરોના કેસમાં ઘટાડો જોવા મળે છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 500 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4776 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દ
02:29 PM Jul 17, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં ધીરે ધીરે કોરોના કેસમાં ઘટાડો જોવા મળે છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 500 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4776 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4769 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,001 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 268 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 70, વડોદરા કોર્પોરેશનમાં 32, ભાવનગર કોર્પોરેશનમાં 23, ગાંધીનગર કોર્પોરેશનમાં 15, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 36, સુરત 20, પાટણ 19, કચ્છ 17, ગાંધીનગર 16, રાજકોટ 16, વડોદરા 14, ભાવનગર 09, દેવભૂમી દ્વારકા 09, વલસાડ 09, અમરેલી 08, અરવલ્લી 08, ભરૂચ 08, સુરેન્દ્રનગર 08, આણંદ 07, અમદાવાદ 04, ખેડા 04, નવસારી 04, પોરબંદરમાં 03, સાબરકાંઠા 03, મોરબી 02, બનાસકાંઠા 01, દાહોદ 01, જૂનાગઢ 01 અને તાપીમાં 01 કેસ નોંધાયા છે.
Next Article