બીજા અને અંતિમ તબક્કામાં 22 બેઠકો પર મતદાન શરૂ, બપોરે 1 વાગ્યા સુધી 47.16% થયું મતદાન
મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 માં મતદાનના બીજા અને અંતિમ તબક્કામાં, મતદારો શનિવારે એટલે કે આજે છ જિલ્લાઓની 22 વિધાનસભા બેઠકો પર 92 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયુ છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 28 ફેબ્રુઆરીએ 38 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 22 સીટો પર શનિવારે એટલે કે 5 માર્ચે મતદાન થશે.Live Update: બપોરે 1 વા
Advertisement
મણિપુર વિધાનસભા ચૂંટણી 2022 માં મતદાનના બીજા અને અંતિમ તબક્કામાં, મતદારો શનિવારે એટલે કે આજે છ જિલ્લાઓની 22 વિધાનસભા બેઠકો પર 92 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ગયુ છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 28 ફેબ્રુઆરીએ 38 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં 22 સીટો પર શનિવારે એટલે કે 5 માર્ચે મતદાન થશે.
Live Update:
બપોરે 1 વાગ્યા સુધી 47.16% મતદાન થયું..
Advertisement
Advertisement
સવારે 11 વાગ્યા સુધી 28.19% થયું મતદાન
28.19% voters turnout recorded till 11 am in the second phase of #ManipurElections2022 pic.twitter.com/5Kxl1Obcqj
— ANI (@ANI) March 5, 2022
થૌબલ જિલ્લામાં મતદાન મથક પર મત આપવા માટે લોકો કતારમાં ઉભા છે. જ્યા મતદાન કરવા માટે આવેલા યુવા મતદારોએ કહ્યું કે, "બેરોજગારી મુખ્ય મુદ્દો છે. અમે વધુ તકો માટે મતદાન કરી રહ્યા છીએ."
સવારે 9 વાગ્યા સુધી 11.40% થયું મતદાન
પોલિંગ બૂથ પર લાઇનો જોવા મળી રહી છે. તમામ લોકો એક લાઇનમાં ઉભા રહ્યા છે. અહી શાંતિથી વોટિંગ થઇ રહ્યું છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ઓકરામ ઇબોબી સિંહે થૌબલમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા પછી, તેમણે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે થૌબલમાં 10 માંથી 9 બેઠકો જીતી રહ્યા છીએ અને અમે સંપૂર્ણ બહુમતી સાથે મણિપુર જીતવા જઈ રહ્યા છીએ.
બીજા ચરણ માટે મતદાનની પ્રક્રિયા શરૂ
મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, કોવિડ-19ના સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને 1247 મતદાન મથકો પર મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ વખતના મુખ્યમંત્રી ઓ ઇબોબી સિંહ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ગૈખંગમ ગંગમેઈ પણ બીજા તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં છે. બંને કોંગ્રેસના ઉમેદવાર છે. પહેલા તબક્કામાં મણિપુરમાં 28 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. તે તબક્કામાં રાજ્યની કુલ 60 બેઠકોમાંથી 38 બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 78.09 ટકા મતદાન નોંધાયું હતું. તેના પરિણામો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
હાલમાં અહીં ભાજપની સરકાર છે. મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા તે પહેલા પૂર્ણ થઈ જશે. 2017ની ચૂંટણીમાં, કોંગ્રેસ મણિપુરમાં 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને બહુમતીથી માત્ર ત્રણ બેઠકો ઓછી હતી. આમ છતાં તે સત્તાથી દૂર રહી. 21 બેઠકો જીત્યા પછી, ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (4), નાગા પીપલ્સ ફ્રન્ટ (4), એલજેપી (1) અને અન્ય બે ધારાસભ્યોના સમર્થન સાથે મણિપુરમાં સરકાર બનાવી. ભાજપના એન બિરેન સિંહ રાજ્યમાં મુખ્યમંત્રી બન્યા.


