ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વાડજમાં રોમિયોએ સગીરાને બળજબરી બાથમાં લઇને કહ્યું, તને પત્ની બનાવીને જ જંપીશ

વાડજ માં રહેતી 17 વર્ષની સગીરાના માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજથી ચાર મહિના પહેલા ભાવેશ પરમાર નામનો આરોપી તેમની દીકરી દુકાને કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય તો તેની પાછળ પાછળ જતો હતો. તેમની સામે જ દીકરીનો હાથ પકડી  બળજબરી કરતો હતો. આ બાબતે સગીરાના માતાએ આરોપીને ઠપકો આપતા તેણે ધમકી આપી હતી. આરોપીએ કહ્યું હતું કે હું તમારી દીકરીને ઉપાડી જઈશ અને ત
03:54 PM Mar 27, 2022 IST | Vipul Pandya
વાડજ માં રહેતી 17 વર્ષની સગીરાના માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજથી ચાર મહિના પહેલા ભાવેશ પરમાર નામનો આરોપી તેમની દીકરી દુકાને કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય તો તેની પાછળ પાછળ જતો હતો. તેમની સામે જ દીકરીનો હાથ પકડી  બળજબરી કરતો હતો. આ બાબતે સગીરાના માતાએ આરોપીને ઠપકો આપતા તેણે ધમકી આપી હતી. આરોપીએ કહ્યું હતું કે હું તમારી દીકરીને ઉપાડી જઈશ અને ત
વાડજ માં રહેતી 17 વર્ષની સગીરાના માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજથી ચાર મહિના પહેલા ભાવેશ પરમાર નામનો આરોપી તેમની દીકરી દુકાને કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય તો તેની પાછળ પાછળ જતો હતો. તેમની સામે જ દીકરીનો હાથ પકડી  બળજબરી કરતો હતો. આ બાબતે સગીરાના માતાએ આરોપીને ઠપકો આપતા તેણે ધમકી આપી હતી. આરોપીએ કહ્યું હતું કે હું તમારી દીકરીને ઉપાડી જઈશ અને તમે મારું કશું બગાડી નહીં શકો.
આરોપીના ડરથી સગીરાના માતા-પિતાએ તેમની દીકરીને અન્ય જગ્યાએ તેમના પરિવારજનો સાથે રહેવા મોકલી દીધી હતી. જોકે ત્રણ મહિના બાદ સગીરા તેના માતા-પિતાને મળવા વાડજ ખાતે આવતા આરોપી ભાવેશ પરમારે સગીરાના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. આરોપીએ કહ્યું હતું કે તમે તમારી દીકરીને ગમે ત્યાં મૂકી આવશો પણ હું તેને છોડવાનો નથી.
ત્યારબાદ 25  માર્ચે ફરીથી આ દીકરી તેના માતા-પિતાને મળવા વાડજ તેના ઘરે આવી હતી. બપોરના સમયે સગીરા જ્યારે શાક લેવા જતી હતી, ત્યારે આરોપીએ તેને બળજબરી પૂર્વક બાથમાં લીધી હતી. સગીરાએ બૂમાબૂમ કરતા સગીરાના માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા. જ્યાં આરોપીએ સગીરાને ઉપાડી જવાની અને તને પત્ની બનાવીને જ રહીશ તેવી ધમકી આપી હતી. જેથી આરોપી ભાવેશ વિરુદ્ધ સગીરાની માતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Tags :
AhmedabadGujaratFirstRomeoteasedTeenageGirlVadaj
Next Article