Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતની સુમુલ ડેરીમાં ફોર્ટીફાઇડ આટા પ્લાન્ટનું રવિવારે ઉદઘાટન

આવતીકાલે રવિવારે  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તાપીના  બાજીપુરા ખાતે  ‘‘સહકારથી સમૃધ્ધિ’’ સંમેલન હાજરી આપશે. તેઓ  સુમુલ ડેરી નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્દઘાટન અને આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવડર વેરહાઉસનો નવી પારડી ખાતે શિલાન્યાસ પણ કરશે.  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં  આવતીકાલે તા.૧૩મી માર્ચના રોજ તાપી àª
સુરતની સુમુલ ડેરીમાં ફોર્ટીફાઇડ આટા પ્લાન્ટનું રવિવારે ઉદઘાટન
Advertisement
આવતીકાલે રવિવારે  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તાપીના  બાજીપુરા ખાતે  ‘‘સહકારથી સમૃધ્ધિ’’ સંમેલન હાજરી આપશે. તેઓ  સુમુલ ડેરી નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્દઘાટન અને આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવડર વેરહાઉસનો નવી પારડી ખાતે શિલાન્યાસ પણ કરશે. 
 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં  આવતીકાલે તા.૧૩મી માર્ચના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે  ‘સહકારથી સમૃધ્ધિ’ સંમેલન યોજાશે. જેની તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.  આજે કૃષિમંત્રી મુકેશ પટેલે તૈયારીઓની સમીક્ષા કરી હતી.  સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા  નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વચ્યુઅલ ઉદ્દઘાટન થશે. ઉપરાંત નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકારમંત્રી જગદીશભાઈ પંચાલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, કૃષિ રાજયમંત્રી મુકેશ પટેલ, સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ  ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી મંડળીના સભાસદો, જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સહકારની પ્રવૃત્તિઓનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તેવા આશયથી  કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની રચના કરી છે. લાખો ખેડુતો, પશુપાલકોને સહકારથી સમૃધ્ધિ તરફ લઈ તેમજ  આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારિત કરશે.     
Tags :
Advertisement

.

×